________________
( ૪ ) નવપદનું સંક્ષિપ્ત સ્વરૂપ
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫ સકળ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને તપ. એ નવપદ અથવા સિદ્ધચક્રના નામથી ઓળખાય છે. ઉક્ત નવપદના ગુણગ્રામ કરવાવડે નિજગુણુ શુદ્ધિ કરી લેવી ઉચિત છે, તેથી ઉક્ત નવપદના ગુણાનુ પ્રથમ સક્ષેપધી વર્ષોંન કરીએ છીએ.
૧. રાગદ્વેષ અને મેહાર્દિક અંતરંગ શત્રુસમૂહને સ થા જીતી લઇ, સકળ અતિશય સહિત સમવસરણમાં બિરાજી, ભવ્ય જનાને અશ્રાન્તપણે અમૃતસમાન ધમ દેશના આપી, જે ઉદ્ધરે છે તે અરિહંત વીતરાગ પરમાત્મા કહેવાય છે.
૨. સકળ ક્રમના સર્વથા ક્ષય કરી જે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીસપન્ન થઈ, અજ, અવિનાશી, અરૂપી, અવ્યાબાધ અને અગુરુલઘુ એવુ માક્ષ મહાપદ પ્રાપ્ત કરે છે તે સઘળા સિદ્ધ ભગવાન તરીકે ઓળખાય છે.
૩. શ્રી અદ્ભુિત પરમાત્માએ ઉપદેશેલા ઉત્તમ ( જ્ઞાનાચારાદિ ) આચારવિચારને જે જાતે સેવન કરે છે-પાળે છે અને અન્ય યોગ્ય જનાને એ ઉત્તમ આચાર સમજાવી પળાવે છે, તે બ્રહ્મચર્યાદિક ૩૬ ગુણેાવર્ડ અલંકૃત ભાવ આચાય કહેવાય છે. તીર્થંકર દેવના અભાવમાં શાસનની રક્ષા આવા આચા મહારાજા કરી શકે છે.
૪. જે સન-દેશિત શાસ્ત્રોનું રહસ્ય સારી રીતે સમજી લઇ, સાધુ સમુદાયને ભણાવે છે અને જડ જેવા શિષ્યને પણ સુવિનીત ને વિચક્ષણ મનાવે છે, વળી જે ગચ્છની સારી રીતે સંભાળ રાખે છે અને મૂળગુણ [ મહાવ્રત ] ને તેમ જ તેને પણિકારક ઉત્તરગુણને સાવધાનપણે સદા પાળતા રહે છે. એવા અવાજ તુલ્ય પાઠક, વાચક યા ઉપાધ્યાયના નામથી ઓળખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com