________________
( ૬૭ )
૬. આ લેાક સંબંધી તથા પરલોક સંબંધી દુઃખની વિચારણું કરનાર પાપકર્મમાં પ્રવૃત્તિ કરતું નથી અને લોકાપવાદથી પણ ડરતા રહે છે. એ ભવભીર માણસ જ ધર્મરત્નને મ્ય હોઈ શકે છે પરંતુ જે નિર્ભયપણે-લોકાપવાદને પણ ભય રાખ્યા વિના સવછંદવર્તન કરે છે તે ધર્મરત્નને યોગ્ય ગણાતોનથી
૭. અશઠ માણસ કોઈની વંચના કરતા નથી, તેથી તે વિશ્વાસપાત્ર અને પ્રશંસાપાત્ર બને છે. વળી તે પિતાના સદભાવથી ઉદ્યમ કરે છે તેથી તે ધર્મરત્નને કરે છે. કપટી માણસ તે પરવંચનાથી પિતાના કુટિલ સ્વભાવને લઈ પરને અપ્રીતિપાત્ર બને છે તેમજ હિતથી પણ ચુકે છે માટે તે ધર્મને માટે અયોગ્ય છે.
૮. સુદાક્ષિણ્યતાવંત પિતાનું કાર્ય તજી બની શકે તેટલે બીજાને ઉપગાર કરતે રહે છે તેથી તેનું વચન સહુ કે માન્ય રાખે છે તેમજ સહુ કે તેને અનુસરીને ચાલે છે. આવા સ્વભાવથી સહેજે સ્વપરહિત સાધી શકાય છે તેથી તે ધર્મ, રત્નને એગ્ય છે. જેનામાં એ ગુણ નથી તે સ્વાર્થસાધક અથવા આપમતલબીયાના ઉપનામથી નિંદાપાત્ર થાય છે અને તે ધર્મરત્નને અગ્ય ઠરે છે.
૯. લજજાશીલ માણસ નાનું સરખું પણ અકાર્ય કરતાં ડરે છે તેથી તે અકાર્યને દૂર તજી સદાચારને સેવતા રહે છે, તેમજ અંગીકાર કરેલા શુભ કાર્યને તે કઈ રીતે તજી શકતે નથી; તેથી તે સદ્ધર્મને એગ્ય ગણાય છે. લજજાહીન તે કંઈપણ અકાર્ય કરતાં ડરતા નથી તેથી તે અશુભ આચારને અનાયાસે સેવ રહે છે. ગમે તેવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છતાં તે કુળમર્યાદાને તજતાં વાર લગાડતા નથી તેથી લજજાહીન ધર્મરત્નને અગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com