________________
( ૬૫ )
જેમ શુદ્ધ કરાયેલા વજ્ર ઉપર જ જોઇએ એવા રગ બ મર ચઢી શકે છે, પરંતુ અશુદ્ધ એવા મલિન વસ્ત્ર ઉપર ચઢી શકતા નથી; તેમજ ઉપર કહેલા ગુણૢાવડે વિશુદ્ધ થયેલા આત્માને જ ધર્મના રંગ ચઢે છે. વળી જેમ ખડખચડી અને પાલીસ કર્યાં વિનાની ભીંત ઉપર આખેટ્ટમ ચિત્ર ઊઠતું નથી, પરંતુ ઘઠારીમઠારીને સાફ કરેલી સરખી ભીંત ઉપર ચિત્ર જોઇએ એવું આબેહૂમ ઊડી નીકળે છે, તેમ ઉપર કરેલા ગુણાના સૢસ્કાર વિનાના અસંસ્કૃત હૃદય ઉપર ધર્માનું ચિત્ર ખરાખર પડી શકતુ નથી, પણ ઉક્ત ગુણાથી સંસ્કારિત હૃદય ઉપર સત્ય ધર્મનું ચિત્ર છારામર ખીલી ઊઠે છે. ઉક્ત ગુણ્ણાની પ્રાપ્તિદ્વારા ભવ્ય આત્મા સત્ય ધર્મોના ઉત્તમાત્તમ લાભ પામી શકે છે એથી ઉપર કહેલા સદ્ગુણાના ખાસ અભ્યાસ કરવાની અત્યાવશ્યકતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેથી જ તે ગુણ સ`ખ"ધી ખની શકે તેટલી સમજ લેવી પણ જરૂરની છે. એમાં જ જીવનુ' ખરું હિત સમાયેલું છે,
૧. ક્ષુદ્ર સ્વભાવવાળા મનુષ્ય અગભીર અને ઉછાંછળા હેાવાથી ધર્માને સાધી શકતા નથી. તે નથી તેા કરી શકતા સ્વહિત કે નથી કરી શકતા. પરહિત. સ્વપરહિત સાધવાની તેનામાં ચૈાગ્યતા જ હેાતી નથી, તેથી સ્વપરહિત સાધવા તે અશુદ્ સ્વભાવી એવા ગભીર અને ઠરેલ પ્રકૃતિવાળા મનુષ્ય જ યાગ્ય અને સમર્થ હોઈ શકે છે.
૨. હીન અ ંગેાપાંગવાળા, નખળા સંઘયણવાળા, તથા ઇંગ્નિચામાં ખાડખાંપણવાળા સ્વપરહિત સાધવાને અસમર્થ હાવાથી ધર્મ ને અયેાગ્ય કહ્યો છે, કેમકે ધમ સાધવામાં તેની ખાસ અપેક્ષા રહે છે. તે વિના ધર્મસાધનમાં ઘણી જ અડચણ આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com