________________
( ૨ )
સમદષ્ટિથી બધા નામને સાચા માને છે. તેવી જ રીતે પરમાર્થદ્રષ્ટિથી શુદ્ધ નિર્દોષ દેવને જિન, અરિહંત, વીતરાગ, પરમાત્મા, તીર્થંકર, શિવ, શંકર, શત્રુ, સ્વયંભૂ, બ્રહ્મા, વિષ્ણુ, રામ, મહેશ યા મહાદેવાદિક ગમે તે નામથી ખેલાવવામાં આવે તા પણ તે સાક જ હાવાથી સમજી માણસે સ્વીકારી જ લે છે. એવી જ રીતે ગુરુનાં અને ધર્મનાં જુદાં જુદાં નામ ગમે તે હે પણ તેની સાથે પરમા ષ્ટિ જીવાને કશું અથડા હાતા નથી; કેમ કે તેઓ તેમાં સીધા જ વિચાર કરે છે. કેવળ શબ્દભેદ સાંભળીને તેની સાથે ઝઘડા કરી બેસતા નથી. શબ્દભેદથી અર્થભેદ સમજી નહિ લેતાં, અર્થેની એકતા નિષ્પક્ષપાતપનું વિચારો, તેનું ઝટ સમાધાન કરી લે છે. આવી સમદષ્ટિ, પૂર્વોક્ત જિનના ખરા અનુયાયી જેનામાં હાઈ શકે છે, તેથી જ તે સ્યાદ્વાદી, અનેકાન્તવાદી અથવા યથાર્થવાદી કહેવાય છે અને તે સત્ય છે. તત્ત્વદષ્ટિથી કે ઉદાર-વિશાળ સમષ્ટિથી વિચારી શકાય તા સકળ રાગાદિ દ્વેષ રહિત વીતરાગ દેવે કહેલા–સમજાવેલા યુદ્ધ અહિંસા [દયા ], સંયમ [ ચારિત્ર ] અને ઇચ્છાનિરોધરૂપ તપ લક્ષણ ધર્મ જ ખરેખર દરેક ભવ્ય આત્માને માટે સ્વાભાવિક ધમ છે. અને એ જ સત્ય સનાતન ધર્મદ્વારા ખરું – વાસ્તવિક સુખ પ્રાપ્ત થઇ શકે છે, એ પવિત્ર ધર્મોમાં જેનું ચિત્ત વર્યા કરે છે તેને ઇન્દ્રાદિક દેવા પણ નમસ્કાર કરે છે, આમ હાવાથી સત્ય નિર્દોષ સનાતન ધર્મને સ્વબુદ્ધિબળથી સારી રીતે સમજી સભ્યાત્માઓએ સર્વ પ્રકારના પ્રમાદ તજીને તેના અવશ્ય આદર કરવા ઘટે છે. પ્રથમ અજ્ઞાનવશ આદરેલા અસત્ ધર્મ ઉપર મિથ્યા મમત્વ રાખવા ઘટતા નથી. ભાગ્યયેાગે સત્ય વસ્તુધર્મની પિછાણ થયાનું એ જ ફળ છે અને દશ દૃષ્ટાંતે દુલ ભ માનવભવ પામ્યાની ખરી કિંમત પણ એથી જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com