________________
( ૨૧ )
Haste is Waste અતિ ઉતાવળ અને અધીરાઈ અતિ હાનિરૂપ નીવડે છે. શ્રીમાન આનંદઘનજી વગેરે આત્મજ્ઞાની પુરુષે બધે છે કે “સેવનકારણ પહેલી ભૂમિકા રે, અભય અષ અખેદ.” સેવા-ભક્તિ અને પરમાથપરાયણતા માટે પ્રથમ જ ભય, દ્વેષ અને ખેદરૂપ દષત્રયનો ત્યાગ કરવો જોઈએ. જેમાં પરિણામની ચંચળતા (અસ્થિરતા) વતે એ જ ભય, અરુચિ, એ જ ટ્રેષ અને એવી ઉત્તમ પ્રવૃત્તિ કરતાં થાકી જવાય એ જ ખેદ. સતત અભ્યાસને સ્થિતિ પરિપાક થયે છતે એ દષત્રય વિલય પામે છે અને આંતરદષ્ટિ ખુલે છે. પછી ગુણમણિનિધાનરૂપ સંતમહું તને પિછાની, તેમનો પરિચય કરી, ચિત્તશુદ્ધિ કરી શકાય છે, જેથી સઘળી કરશું સફળ થઈ શકે છે અને એ રીતે અવંચક મન-વચન-કાયાથી કરાયેલી અવંચક કરણીવડે અવંચક ફળરૂપ ઉત્તમોત્તમ મોક્ષસુખ પણ પ્રાપ્ત થઈ શકે છે.
સમકિત અથવા સમ્યક્ત્વ
જેમણે રાગ, દ્વેષ અને મેહ પ્રમુખ સમસ્ત દેનું ઉન્મલન કરી, સકળ (અંતરંગ) કમ મળને ટાળી, મહા અતિશયધારી અરિહંત પદ પ્રાપ્ત કર્યું છે તે દેવાધિદેવને જ આ ભવસમુદ્રને પાર પામવા માટે શુદ્ધ દેવ તરીકે માનવા. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અતિ ઉજજવળ રત્નત્રયીનું અહોનિશ સેવન કરતાં જેઓ નિર્દોષ મોક્ષમાર્ગમાં પ્રવર્તે છે અને નિસ્પૃહપણે અન્ય ગ્ય જનેને સહાય આપી તેમાં પ્રવર્તાવે છે તેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com