________________
૧૦૩ )
કારણે ટાળી કરી તેમાં બેસીને જવા કરતાં ખુલ્લા પગે ચાલીને જ, બીજા કાને તકલીફ આપ્યા સિવાય યાત્રા કરવી. પ્રભુપૂજા, ચૈત્યવદનાકિ વખતે પશુ વિનય ગુણ વિસરી જવા નહિ. સદ્ગુણી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરેનુ થાયેાગ્ય માન સાચવવુ. ૨૦. તી જળ પવિત્ર હાવાથી તેને ઉષ્ણ કરી કે કરાવી સ્નાન કરવા કરતાં તે શુદ્ધ જળથી જ જયણાપૂર્વક સ્નાન કરી પ્રભુપૂજનમાં પ્રવૃત્ત થવું યુક્ત-સપ્રમાણ છે.
૨૧. યાત્રા-વૃત્તિમાં ભાઇઓએ તેમજ બહેનેાએ પરામર પાતપાતાની મર્યાદા સાચવવાની સંભાળ રાખવી, એક જ સ્થળે પૂજન વિગેરે કરતાં મર્યાદા જળવાય નહિ તા બીજા સ્થળે ભાવસહિત પ્રભુભક્તિ કરી લેવી યુક્ત લેખાય.
૨૨. ડુંગરપૂજા કરવા જતાં માર્ગમાં જ પગથિયાં ઉપર પુષ્પાદિક ચઢાવવા કરતાં ખાસ નિયમિત સ્થળાએ કે ડુંગરમાંની ક્રાઇ અલાયદી શિલા ઉપર પુષ્પાદિક ચઢાવવા યુક્ત છે. તેને પ્રસગે નજરે પડતી અશુચિ વિગેરે આશાતના દૂર કરવા– કરાવવા પૂરતુ* લક્ષ રાખવું.
૨૩. સ્નાન કરતી વખતે પહેરવાનું વસ્ત્ર પોતપોતાનું અલાયદું જ રાખવું તેમજ તેવા વસ્ત્રથી ભીનું અંગ નહિ લુછતાં, અલાયદા અંગુછાં ( ટુવાલ ) વિગેરેથી જ શરીર સાફ કરવુ. એમ કરવાથી શરીરની આરાગ્યતા જળવાશે અને થતી આશાતના પણ દૂર થઈ શકશે. આ ભામત સંબધી સમજી ભાઇ-બહેનાએ ઉપેક્ષા કરવી નહિ.
ર૪. પ્રભુ પાસે ધરવા માટે ફળ, ફૂલ વિગેરે જે ઉત્તમ દ્રવ્ય aઈ જવાનાં હાય. તે જેમ તેમ અનાદરથી લઈ જવા નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com