________________
( ૧૨ ) મીઠે વચને માનનીશું, કથા ન કરે કામની; વાડ વિધથું જેહ પાળે, બલિહારી તસ નામની. ૩ વાત વ્રતને ઘાતકારી, પવન જિમ તરૂપાતને; વાત કરતાં વિષય જાગે, તે માટે તજે વાતને. ૪ લીંબુ દેખી દરથી જિમ, ખટાશે ડાઢા ગલે, ગગન ગરવ સુણીને, હડકવા જિમ ઉછલે. ૫ તિમ બ્રહ્મચારીના ચિત્ત વિણસે, વણ સુંદરીનાં સુણી, કથા તજે તિણે કારણે, ઈમ પ્રકાશે ત્રિભુવન પણ. ૬
:;7'3 ; ઢાલ ત્રીજી. તટ યમુનાને રે, અતિ રલિયામણે રે. એ દેશી. ત્રીજીને વડે રે ત્રિભુવન રાજી રે, એણુ પરે દીયે ઉપદેશ આસન છડે રે સાધુજી નારીને રે, મુહૂર્ત લગે સુવિશેષ. ૧ હું બલિહારી રે જાઉં તેહની રે, ધન્ય ધન્ય તેહની હો માત; શીલ સુરંગી રે રંગાણી રાગશું રે, જેહની સાતે ધાત. હું ૨ શયનાસને રે પાટને પાટલે રે, જિહાં જિહાં બેસે છે નાર; બે ઘી લગે રે તિહાં બેસે નહીં રે, શીલ વ્રત રાખણહાર. હું ૩ કેહલા કેરી રે ગંધસંગથી રે, જેમ જાયે કણકને વાક; તિમ અબલાનુરે આસન સેવતારે, વિણસે શિયલ સુપાક. હું ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com