SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. કરકસરથી ચાલવું ૯. મફત ન લેવું. ૨. આના પર ક્રમશઃ દાખલાઓ–૧. ગધાશાહ ભેંસાશાહ ગુજરાતમાં વેપાર કરવા આવેલા તે વખતે રૂપિયા ઓછા પડ્યા, તેને બદલે મૂછને વાળ આપે, અને પછી પોતાનું વચન પાળ્યું. ૨. યુધિષ્ઠિર પાસે દુર્યોધન વિશ્વાસ કરીને પૂછે છે કે મારા ઉપર ભીમના પ્રહારની અસર ન થાય તે ઉપાય છે ? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું –માતા ગાંધારીની દષ્ટિ તારા શરીર ઉપર ફરી જાય તે તારું શરીર વજાગ બની શકે. બ્રિટીશ સલ્તનત આતમાં હતી તે વખતે ગાંધીજીએ તેનો ગેરલાભ ન ઊડાવ્યા, ઊલટી તેને મદદ કરી. ગુપ્ત રાખવા જેવી રાજકીય વાત પણ બ્રિટીશ ગુપ્તચરને બતાવી આપતા. ગુજરાતના ભીમાશાહે ભલેને એક હજાર સોનામહોરે આપવા માટે પોતાના પુત્ર ઉપર ચિઠ્ઠી લખી આપી, પણ પુત્રે ખોટી મહેરે આપી, તેથી ભીમાશાહે પુત્રને ઠપકે લખી ખરી સેનામહોરે આપવાનું લખ્યું. તેથી ભીલોનું હૃદયપરિવર્તન થયું. ૩. ઈંગ્લેંડ વગેરે દેશમાં છાપાને ઢગલે એમ ને એમ મૂકી જાય, છતાં કોઈ મતમાં લઈ જતું નથી. ૪. જનકપુરીના દૂતો દ્વારા રામચંદ્રજી વગેરેના ખુશ ખબર સાંભળ્યા પછી દશરથ રાજા તથા સભાસદો તેમને ભેટ-સોગાદ આપવા મંડે છે ત્યારે દૂતો લેતા નથી, કાનમાં આંગળીઓ ઘાલીને કહે છે, અણહકનું લેવું એ અનીતિ છે. સીતાજી જ્યારે ગૂહ નાવિકને નદી પાર ઉતારવાના ભાડા પેટે ચૂંદડી આપવા મંડે છે, ત્યારે તે લેતે નથી; કારણ કે ધર્મપ્રાપ્તિનું વધારે વળતર મળ્યું છે, એમ તેણે કહ્યું. ૫. લક્ષ્મણ મૂચ્છ વખતે રાવણના વિદ્ય સુષેણને બોલાવવામાં આવે છે, પણ એક વાર તે વફાદારીને પ્રશ્ન આડે આવે છે, તેથી તે સારવાર કરતાં અટકે છે, પણ પછી તેને પિતાને આંતરિક ધર્મ સૂઝી આવે છે અને લક્ષ્મણની ચિકિત્સા કરીને મૂચ્છ દૂર કરે છે. ૬. શ્રીમદજીએ જેની સાથે ઝવેરાતને સોદો કર્યો હતે, ભાવ બહુ વધવાથી તે ભાઈની પરિસ્થિતિ આપવાની કે વધારાના રૂપિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy