________________
૩૭
સાધુસંસ્થાને આસકિત, મૂઢતા અને ભયથી મુક્ત બનાવવાની વિશેષ જવાબદારી વિશ્વ વાત્સલ્ય વિચારની છે, સાધુઓની વિચારવાની, લખવાની, ઉપદેશ આપવાની દષ્ટિ બદલવી પડશે. અત્યારસુધી સાધુ સંન્યાસીઓએ જે સાહિત્ય રચ્યું તેમાં કાંતો નક્કી કરેલ પરંપરાગત ગ્રન્થ ઉપર જૂના મૂલ્યને પોષનારું વિવેચન, કાતે ક્રિયાકાંડની ચર્ચા કાંતો તત્વજ્ઞાન એનંગી આત્મવાદને પિષનારું, કાંત બીજા સંપ્રદાયનું ખંડન કરનારું, કથા સાહિત્ય પણ ધન અને સત્તાને પ્રતિષ્ઠા આપનારું લખાયું છે. કાતે ચમત્કારે અને અંધ વિશ્વાસની સાથે ક્રિયાકાંડને જોડી દીધા છે, એથી વ્યકિત અને સમાજને સાચે સ્વપુરુષાર્થ દબાઈ ગયો. એટલે હવે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજનીતિનું અધ્યયન સાધુઓએ સર્વાગી અને વ્યાપક ધર્મની દૃષ્ટિએ કરવું જોઈએ. સાધુસાધ્વી શિબિર દ્વારા જેમ આ કામ થયું, તેમ હવે ઠેર ઠેર ધર્મ પરિષદે ગોઠવાય અને મુક્તપણે તત્ત્વચર્ચા વિશ્વના સમગ્ર પ્રશ્નોને લઈને કરવામાં આવે તો સાધુસંસ્થાની શક્તિને સદુપયોગ થઈ શકે.
વિશ્વ વાત્સલ્ય વિચાર જે કોંગ્રેસને સામાજિક આર્થિક ક્ષેત્રથી મુક્ત કરી માત્ર રાજકીય ક્ષેત્રે અનુબંધ જોડવા અને આંતર્રાષ્ટ્રીય ક્ષેત્રે સત્ય અહિંસાની દિશામાં કામ કરતી કરવા મથે છે, પણ કોગ્રેસ એ વિચારને ઝીલી શકતી નથી, એમ લાગ્યા કરે છે, ત્યાં સુધી સાધુસંકલન અને સર્વસેવાસંધને પ્રતિષ્ઠિત કરવાનું કામ આ વિચાર દ્વારા થાય તે એની શક્તિ વધે અને કોગ્રેસને પણ પ્રેરણું લેવાની અને શુદ્ધિની વાત ગળે ઉતરે. બીજીબાજુ ઇન્ટ્રકમાં નૈતિક મૂડી પૂરવાનું કામ કરતા રહીને તેની સાથે આતષ્ટ્રીય શ્રમિકસંગઠન સુધી પહોંચવાનું કાર્ય ઉપાડવું જોઈએ. આજે સંઘર્ષના કામમાં વિ. વા. વિચારની જે વધારે શકિત ખર્ચાય છે, તે પછી
અનુબંધના કામમાં વિશેષ ખર્ચાશે. ( તા. ૨૦-૧૧-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com