________________
વિધવાત્સલ્ય વિચારની વિશેષ જવાબદારી
૧. આજે વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણરાજ્ય ત્રણે જાણે નેખું-નોખું વિચારતા હોય એમ લાગે છે. સર્વોદયવાળા રાજ્યમુક્તિની દષ્ટિએ જ વિચારતા હોય અને કલ્યાણરાજ્યવાળા રાજ્યની દષ્ટિએ, ત્યારે વિશ્વ વાત્સલ્ય વિચાર એ બન્નેને સમન્વય કરી અનુબંધની દષ્ટિએ ભેગા ગોઠવવાને પ્રયાસ કરે છે. ગાંધી વિચાર જ આજે ત્રણેયનું કેન્દ્ર બન્યું છે. એ ત્રણે બળે ગાંધી વિચારને ઝીલનારાં છે–૧. વિશ્વશાંતિ માટે સતત પુરુષાર્થ કરનાર પંડિતજી, જેમનું સમર્થક બળ કોગ્રેસ છે. ૨. સંત વિનોબાજી સર્વોદયવિચારનું મિશન લઈને ફરનારા છે, એમનું સમર્થક બળ સર્વસેવા સંધ છે. રચનાત્મક કાર્યકરો એમની વાતને આધારભૂત માને છે. વિનોબાજી માત્ર સૂચના અને વિચાર આપે છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય મજૂર પરિષદમાં અનસૂયાબહેન, શંકરલાલ બેંકર વ. કામ કરી રહ્યા છે. એ બધી સંસ્થાઓને સત્ય-અહિંસાની દૃષ્ટિએ ઘડવાનું, નવસંસ્કરણ કરવાનું કામ હજુ બાકી છે. ત્રીજી બાજુ સત્યાગ્રહી શક્તિ જે ગાંધીજી વખતે ઊભી કરવામાં આવી હતી, તે જુદા જુદા કાર્યકરોની ઝંખના પ્રયોગ કરવાની હોઈ સ્વરાજ્ય બાદ, કાર્યકરોની તાકાત પ્રયોગ કરવામાં રોકાઈ અને પ્રયોગમાં એકાગ્રતા જોઈએ, તેથી ભાવાત્મક એકતા દેશમાં ન ગઠવાઈ એટલે સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ બીજું કારણ એ બન્યું કે ભાવાત્મક એક્તા માટે સંગઠન જોઈએ, સંગઠનમાં શિસ્ત અને નિયમને આવે છે, સત્યાગ્રહી તે સ્વૈરિછક નિયમન અને નબળાઈની કબૂલાત કરે છે, પણ બધા ન કરી શકે, એટલે સંગઠનમાં દોષ પેસવાની બીકે તે ઊભાં ન કરી શક્યાં. એટલે સત્યાગ્રહી શક્તિ ઊભી ન થઈ. ઇ-ટુકે દેશભરમાં મજૂર સંગઠન ઊભું ન કર્યું છે તે સામ્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com