________________
૨૧૬
રૂપક વ. દ્વારા કાઢવામાં આવે છે, અને યુગ સંગત બનાવવામાં આવે છે. ૫. આ ત્રણે વસ્તુથી વ્યાપક સત્યનાં દર્શન ત્યારે જ થઈ શકે, જ્યારે સુસંસ્થાઓ સાથે એને અનુબંધ હોય.
તા. ૧૮-૧૧-૬૧
સર્વ–ધર્મોપાસના
સર્વધર્મ સમન્વયની દષ્ટિ ૧. ધર્મને નામે ચાલતા અંધ વિશ્વાસને દૂર કરવા હોય તે દરેક ધર્મના તત્ત્વજ્ઞાનને મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ. તત્વજ્ઞાન મેળવવા માટે ઊંડા ઉતરવું પડે છે. અનુભવીના માર્ગદર્શનની પણ જરૂર પડે છે. દા. ત. ૧. કિશોરલાલ મશરૂવાળા સ્વામીનારાયણ સંપ્રદાયના હતા, તેઓ ગાંધીજી પાસે ખૂબ રહ્યા, ઘણું વાંચ્યું, વિચાર્યું, છતાં તત્વ મળ્યું નહીં. તત્ત્વ મેળવવાની તાલાવેલીમાં શ્રી કેદારનાથજી સાથે આબૂ ગયા. ત્યાં એમની સાથે એક દિવસ વાર્તાલાપ કરતાં કરતાં તત્વ મળી ગયું. અપાર સંતોષ થયો. ૨. ભ. બુદ્ધને વર્ષો સુધી તપસ્યા અને યોગ સાધના કરવા છતાં તત્વ ન મળ્યું, છેવટે વારાંગનાના શબ્દ ઉપરથી તત્ત્વ મળી ગયું. ૨. ધર્મ સમન્વય કરવામાં ત્રણ વસ્તુઓ ઉપર વિચારવું જોઈએ– ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com