________________
૧૮૪
પક્ષેને પણ ઠેકાણે લાવવા. ૩. રાજ્યની પાસેના શસ્ત્રો ધીરે-ધીરે ઓછાં કેમ કરવાં? તે માટે અનિષ્ટ આવતાં પહેલાં જ ત્યાં પહોંચી જઈ અહિંસક પ્રક્રિયા દ્વારા જોરશોરથી પ્રયત્ન આદરવા પડશે. ૪. બધાં જ છૂટાં રહેલાં રાજ્યને “નેમાં દાખલ કરાવવા માટે પુરુષાર્થ કરવો પડશે, કારણ કે યૂનેમાં ભળવાથી એ રાષ્ટ્રો ઉપર નિયંત્રણ આવશે ૫. સરકાર દિવસે-દિવસે અહિંસાની દિશામાં આગળ વધી શકે તે માટે એની પાસેથી સામાજિક, આર્થિક શૈક્ષણિક, અને સાંસ્કૃતિક ક્ષેત્રો આંચકી લઈ લેકે અને લોકસેવકના સંગઠનને સોંપવા, રાજ્ય પાસે માત્ર રાજકીય ક્ષેત્રને ભાર રહે તે બીજા ઘણા પ્રશ્નો
આ બને સંસ્થાઓ મધ્યસ્થ પ્રવેગ, શુદ્ધિ પ્રયોગ અને શાંતિસેના પ્રયોગથી અહિંસક રીતે પતાવી શકશે. દાંડ તો ફાવશે નહીં, અગર તે ઝંખવાઈ જશે, ફાંસી જેવી ક્રૂર સજા ઓછી થશે, લેકેને સાચો ન્યાય મળશે, એથી લશ્કરનું મેટું ખરચ ઘટી જશે.
તા. ૨૫-૮-૬૧
વ્યક્તિગત અહિંસા અને સામુદાયિક અહિંસા
જે અહિંસા વ્યક્તિગત રીતે પાળવાની જ હોય તે સાધુસંસ્થાની ઉપયોગિતા ન રહેત. વ્યક્તિગત અહિંસાને સામુદાયિક
અહિંસા તરફ વાળવાથી જ અહિંસાપ્રતિષ્ઠા થઈ શકે. આ સંસાર કદી ચખે થવાનું નથી, પણ સંસારમાં ચકખાઈની એટલે સત્ય અહિંસાદિની પ્રતિષ્ઠા અહિંસા સત્યને સામુદાયિક રૂપ આપવાથી જ થઈ શકે. આમ ન થાય તે વ્યક્તિ અહિંસામાં પિતે ઢીલી પડે અને હિંસક બળામાં ભોળવાઈ જાય; એવા અનુભવો આવ્યા છે. ૨. પર્યુષણના દિવસે માં જેને દ્વારા કરાઈખાનાં બંધ કરાવવાની કે વનસ્પતિ (લીલોતરી), ઘંટી, સ્નાન વ. ના ત્યાગ કે સ્થળ તપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com