________________
૧૬૮
જ્ઞાતિસંગઠન દ્વારા પ્રેરક-પૂરકપણાનું કામ લીધું. હવે સંદર્ભ બદલાય છે એટલે મ. ગાંધીજીએ જેમ ગાંધી સેવકસંધ અને મજૂરમહાજન જેવાં સંગઠને ઊભાં કર્યા તેમ ખેડૂત, પશુપાલક, ગ્રામોઘોગી મજૂરના ગામડામાં અને માતૃસમાજ, મધ્યમ વર્ગ અને મજૂરના શહેરોમાં પૂરક તરીકે જનસંગઠન અને રચનાત્મક કાર્યકરોના પ્રેરક તરીકે જનસેવક સંગઠને ઊભાં કરી સાધુસંસ્થાએ રાષ્ટ્રીય મહાસભાની શુદ્ધિ અને પુષ્ટિ કરવી પડશે, જેથી અનુબંધનું સર્વાગી કાર્ય આગળ ધપી શકે અને સમગ્ર સમાજના પ્રશ્નો લઈ શકાય.
- તા. ૨૯-૯-૬૧
રાજકીય ક્ષેત્રે સાધુસંસ્થાની ઉપયોગિતા ૧. સાધુસંસ્થા અને રાજકારણને સંબંધ કેટલાક રૂઢિચુસ્ત લેકને આશ્ચર્યજનક લાગે છે. પણ ખરું જોતાં ઘડાયેલી ગણાતી સાધુસંસ્થાના આજના સાધુઓ મોટે ભાગે રાજકારણથી અતડા છીએ, એમ કહેતા હોવા છતાં રાજકારણથી છેટા રહી શકતા નથી. બાલદીક્ષા પ્રતિબંધક અને ધાર્મિક ટ્રસ્ટ બિલ આવ્યું ત્યારે અને રાજ્ય દ્વારા મોદ્યોગ વ. ના પ્રશ્નો આવ્યા ત્યારે જૈન સાધુઓ રાજ્ય દ્વારા આ કાર્યોને વિરોધ કરવા લાગ્યા આથી રાજકારણમાં રસ લીધા વગર કઈ સાધુને આજે ચાલતું નથી. છતાં ધર્મ અને નીતિની રાજ્યને વ્યવસ્થિત રીતે પ્રેરણા આપનાર સાધુને તેઓ વગોવે છે. આચાર્ય હેમચન્દ્ર જેવાને રાજકારણમાં રસ રાજકારણમાં નીતિ-ધર્મ લાવવા માટે જ હતો. ભ. મહાવીરે તે યુગમાં ૧૮ ગણસત્તાક રાજ્યના રાજાઓ, શાલીનરેશ ચેટક, મગધસમ્રાટ શ્રેણિક, તેને પુત્ર કેણિક, કેશીબીરાજા શતાનીક, ઉજૈનીને રાજા ચંડપ્રાત, પિતનપુરને રાજા પ્રસન્નચંદ્ર, વીતભય પાટણના રાજા ઉદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com