________________
૧૬ર
દન કરે છે. ૨. ભ. કૃષ્ણ બ્રાહ્મણ દંપતી પાસે વગર ઉત્પાદક શ્રમ કયે યજ્ઞભાગ લેવા જાય છે, તેનું કારણ એ હતું કે તેઓ સમાજની સંગ્રહ વૃત્તિને સહિયારી કરવાના તથા જનતાને નૈતિક દોરવણી આપવાના પુસ્નાર્થ રૂ૫ યજ્ઞ કરતા હતા. ૩. જનકજી અને ભરતજી જેવા વ્યક્તિગત રીતે નિર્લેપ રહી શક્યા; પણ સાધુસંસ્થા જો ઉત્પાદક શ્રમમાં પડશે તો સમાજના ગૂંચવાયેલા પ્રશ્નોમાં તટસ્થ ચિંતન માટે સમય, નિષ્પક્ષતા અને નિશ્ચિતતા નહીં રહે તેથી
સ્પષ્ટ માર્ગદર્શન નહિ આપી શકે. જનકજી અને ભરતજીએ કોઈને માર્ગદર્શન આપ્યું નહોતું. ૪. નમિરાજર્ષિ જ્યારે માર્ગદર્શક બનવા જાય છે, તે વખતે ઇન્દ્ર તેમને ક્ષત્રિય ધર્મની પ્રવૃત્તિ પૂરી કર્યા પછી સાધુદીક્ષા લેવાનું કહે છે, પણ નમિરાજર્ષિ કહે છે કે સાચું ક્ષત્રિયત્વ બધાના હૃદય ઉપર વિજય મેળવવા અને અનુબંધ જોડીને જગતની વ્યવસ્થા ગોઠવવામાં છે. ૬. એકાંત નિવૃત્તિથી સાધુ જીવી શકતું નથી. ભ. બુધ્ધ અને મહાવીરે રાજસત્તા છોડી પણ સતત અનુબંધ જોડીને સમાજ રચના ધર્મમય બનાવી. સાધુ સમાજ પાસેથી લે છે તો સમાજ પ્રત્યેની જવાબદારી તથા ફરજો બજાવવી જોઈએ. સાધુ વનમાં હશે અને ત્યાં કોઈ બાઈના શીલ ઉપર આક્રમણ થતું હશે તો તે અટકાવશે કે નહીં ? ત્યાં કે તેની એકાંત નિવૃત્તિને પ્રશંસશે કે પ્રવૃત્તિને ? એકાંત નિવૃત્તિથી દંભ, મેહ વગેરે આવવાની સંભાવના છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિ નિવૃત્ત હતા, છતાં ભ. મહાવીરે તે વખતે તેમને માટે નરક અને નિયાણું કરનારાં સાધુસાડવઓને પ્રવૃત્ત હોવા છતાં તેમના કરતાં સારાં કહ્યાં, તે શા માટે ? જનતા કરતાં ઊંચા બનવા કે પૂજાવા માટે નિવૃત્તિ રાખવી ગ્ય નથી. એથી બિનજવાબદારી અને અહંકાર વધે છે. પ્રવૃત્તિઓની સાથે તાદામ્ય–તાટશ્ય સાથે અનાયાસ-અયાસ રહે તે તેવી પ્રવૃત્તિઓ સાધુમર્યાદામાં નડતરરૂપ કે દોષજનક નથી થતી.
તા. ૧–૮-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com