SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ સત્તા દ્વારા પિતાનું તંત્ર ચલાવે, તે જ રાજ્ય છે. પ્રદેશ નિશ્ચિત ન હોય, વસતિના નિયમ ન હોય તે રાજ્ય ન ચાલે. રાજ્ય આવ્યું ત્યાં કાયદા આવ્યા, કાયદા પળાવવા માટે દંડવ્યવસ્થા ઊભી કરવામાં આવી, રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે કરવેરા દ્વારા પ્રજા પાસે પૈસા ઉઘરાવવામાં આવ્યા. જે રાજ્યને કષ ન હોય તે રક્ષણ અને ન્યાયનું કામ કરવા માટે માણસે ક્યાંથી રાખી શકે ? ભારતમાં રાજ્ય ઉપર અંકુશ રાખવા માટે બ્રાહ્મણો અને મહાજન ( પ્રજાસંગઠને ) રહેતાં, આમ રાજાશાહીમાં રાજા સારે હોય તે ઠીક પણુ રાજા નબળે હાય અગર તે અત્યાચારી હોય છે તેથી આખી પ્રજા પીડાય, માટે તેવા રાજાને પદષ્ણુત કરવાનો અધિકાર પ્રજાને રહેતા. બળવાન રાજા હોય પણ નિરંકુશ હોય તે એને બદલવા માટે ડીસમેટિક રાજ્યવ્યવસ્થા ઊભી કરવામાં આવી, એમાં અમુક રાજકીય પક્ષ તરફથી રાજ્ય ચાલે, પણ શાસક ઉપર પક્ષને કોઈ અંકુશ નથી હોત, તે સેનાપતિ જ સર્વેસર્વા થઈ જાય. ઇજિપ્તને નાસર, રશિયાને કુવ, ચીનને માઓત્યે તુંગ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈરાક, ઈરાન વગેરેના શાસકે સરમુખત્યાર છે. આફ્રિકાના ઘણા ભાગોમાં અત્યાર સુધી કુળનાયક પદ્ધતિ હતી, એથી આગળ વધીને હવે અંગ્રેજોના શાસનને બદલે આપખુદ આફિકને શાસન કરવા આવ્યા. ૩. યુરોપમાં રાજાઓ ઉપર અંકુશ હોવો જોઈએ, એ વાત સ્વીકારાઈ. ધર્મગુરૂઓ અને તાલુકદારે મળીને વહીવટ ચલાવતા. તાલુકદારે રૈયતને ત્રાસ આપતા. રાજવંશ અને ધર્મગુરૂઓ વિલાસી બની ગયા. એમાંથી ભદ્રશાહી ઊભી થઈ. એ લેકશાહી જ કહેવાતી, પણ એમાં વર્ચસ્વ સ્થાપિત હિતે અને મૂડીદારનું જ રહેતું. મૂડીદારોએ ગરીબ અને શ્રમજીવીઓને સમજ-. વવા માટે ધર્મગુરૂઓને સાધ્યા. ધર્મગુરૂઓએ ગરીબ અને શ્રમિકેને સમજાવ્યું કે તમારા ઉપર ભગવાનને શ્રાપ છે. તમારા પાપકર્મનાં ફળ છે વગેરે. ૪. એટલે આમાંથી કેટલાક વિચારકે ઊભા થયા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy