________________
૧૨૮
વિવઈતિહાસની રૂપરેખા ૧. ૧૭મી સદીના મધ્યભાગમાં વેસ્ટફ લિયાની સંધિ થઈ. પરિણામે ૩૦ વરસના ઈગ્લેંડના આંતરવિગ્રહને અંત આવ્યો. પહેલા ચાર્જને માથું ગુમાવવું પડ્યું. એ પછી અમેરિકા અને બીજા સંસ્થાને સાથે વેપારને લીધે પુષ્કળ ધન ઘસડાઈ આવ્યું. વિભિન્ન વર્ગો વચ્ચે તંગદિલી ઓછી થઈ. મધ્યમ વર્ગના લોકોને રાહત મળી. ૧૬૮૮માં રાજા જેમ્સને હાંકી કાઢ્યો. પાર્લામેંટને વિજય થયે; પણ હજુ ફાંસને રાજા ૧૪મો લુઈ આપખુદ અને જુલમગાર હતો. એવામાં ફસમાં રાષ્ટ્રીય જાગૃતિ થઈ. ધર્મનું સ્થાન રાષ્ટ્રીયતાએ લીધું. આધુનિક વિજ્ઞાનને પાયે નખાયે, તેથી વેપાર તથા માલનું બજાર જગવ્યાપી બની ગયું. ૨. આ પછી ૧૮મી સદીમાં ઈંગ્લેંડ અને ફાંસ વચ્ચે સામ્રાજ્યવાદની હરીફાઈ હિંદ અને કેનેડામાં જામ; તેમાં ઈલેંડને વિજ્ય થયો. પણ એથી સામાન્ય જનસમુદાય ગરીબાઈની હાડમારીથી ક્ષુબ્ધ થઈ ગયા હતા, થોડાક ઉપલે વર્ગ સુખ ભોગવતો હતો. એટલે ફાંસ તથા યુરેપના બીજા દેશોમાં પરિવર્તનની ભૂમિકા ઊભી થઈ. ધર્મગુરૂઓ ગરીબના પાપ અને ધનિકના પુણ્યની તથા પર લેકમાં ફળ મળવાની વાત કરી અસમાનતાને ટેકો આપવા લાગ્યા; એ જ અરસામાં વિજ્ઞાનને લીધે રૂઢ ધર્મની સર્વગ્રાહી પકડ ઢીલી પડી. નવા ઉદ્યોગો અને અર્થ વ્યવસ્થામાં ઉત્પન્ન થતાં નવા પ્રશ્નો ઉપર લેકોનું ધ્યાન ચોંટયું. તે કાળમાં વોલટેયર, રૂસ વગેરે કેટલાક વિચારકેએ રાજકારણ, અર્થકારણ, કાનૂન વગેરે ઉપર પુસ્તક લખ્યાં, જેમાં ધર્મની સાથે એ બધા વિષયોને અનુબંધ તરછોડી નાંખ્યો. તેથી ૧૮મી સદીમાં ત્રણ ક્રાંતિઓ થઈ–૧. અમેરિકામાં રાજ્યક્રાંતિ થઈ. ૨. ઈંગ્લેંડમાં
ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ૩. ફાંસમાં સામાજિક ક્રાંતિ થઈ. એ ત્રણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com