SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આત્મવિશ્વાસ અને ઈશ્વરશ્રદ્ધાનાં તો ભર્યા; એથી એ લેકે ઝડપથી યુરોપ, એશિયા અને આફ્રિકામાં ફરી વળ્યા. ઘણા પ્રદેશ જીતી લીધા. પાછળથી એ લેકમાં સત્તાલિસા, વૈભવ, વિલાસ વધતા ગયા. પરિણામે એ લેકે આપસમાં ઝઘડતા. ૨. ૧૧ મી સદીમાં આગ લગાડતો, કતલ કરતો તલવાર લઈને ગઝનીને મહમૂદ હિંદ ઉપર ચડી આવ્યો. એણે ૨૭ વાર હિંદ ઉપર હુમલા કર્યા. મથુરા, થાણેશ્વર, સોમનાથ વગેરે મંદિરે લૂંટયાં. અઢળક દ્રવ્ય અને કેદીઓને લઈને તે ગઝની પાછો ફર્યો. ૩. ૧૨ મી સદીના અંતમાં ગઝનીને કબજે કરી અફઘાન સરદાર શાહબુદ્દીન ગોરીએ હિંદ ઉપર હુમલો કર્યો. પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને માર્યો. પરિણામે હિંદમાં મુસ્લિમ રાજ્યની સ્થાપના થઈ. ક્ષત્રિયે વિલાસ અને કૂટમાં પડી ગયા. બ્રાહ્મણો ક્રિયાકાંડમાં પડ્યાં. લેકે નબળા થઈને અનેક કુરૂઢિઓમાં ફસાઈ ગયા. સ્ત્રીઓને પડદામાં પૂરી. ધર્મસંસ્થા નિસ્તેજ થઈ ગઈ; પરિણામે હિંદ વિદેશી લેકેનું ગુલામ બન્યું. ૪. ગોરી પછી ગુલામ સુલતાનવંશ રાજ્ય ઉપર આવે છે. એમાં કુતુબુદ્દીન, અલ્તમશ મુખ્ય હતો. અલાઉદ્દીન ખિલજીએ પિતાના અમલ દરમ્યાન નવી રાજ્યવહીવટ પદ્ધતિ શરૂ કરી; લશ્કરને બળવાન બનાવ્યું. પરિણામે ચિત્તોડ, ગુજરાત અને દક્ષિણને ઘણો ભાગ જીતી લીધું. એણે હિંદુઓ ઉપર જજિયારે નાખ્યો. ઘણા હિંદુઓ જુદાં જુદાં કારણોથી મુસલમાન બન્યા. આ પછી વિદ્વાન છતાં નિર્દયતાને અવતાર મહંમદ બિન તુગલખ ગાદીએ આવ્યું. દિલીને હેરાન કરી મૂક્યું. તુગલખાવાદ વસાવ્યો. ૫. ૧૪-૧૫ મી સદીમાં સુલતાનશાહી ક્ષીણ થતી જાય છે. બાબરે દિલ્હી જીતીને મેગલ સામ્રાજ્યને પાયો નાખે. પોતાના જીવનમાં એને આરામ ન મળ્યો. આ પછી હુમાયુ આવ્યું. શેરખાન સાથે યુદ્ધ કર્યું તેમાં હાર્યો. ત્યારથી રખડતે રખડતે ૧૬ વર્ષ પછી તે દિલ્હીની ગાદીએ આવે છે. એને પુત્ર અકબર મહાન મોગલ સમ્રાટ તરીકે વખણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy