________________
ક, પરંતુ તે જન્મ પહેલાં મારા આ સ્થૂલ દેહને ભાર સહન કરી જે કષ્ટ વેઠયું એટલા એકજ તારા ઉપકારને બદલો વાળવા હું આવો ઉંચે બ્રહ્મવિદ્દ થયે છતાં સમર્થ નથી તે માતાને અગ્નિદાહ પ્રસંગે નમસ્કાર છે.”
આવી માતૃભકિત વિનાને સંન્યાસીએ જગતનો ઉદ્ધાર શી રીતે કરી શકે, તે હું સમજી શકતા નથી. (૩) શક્તિસંપ્રદાયમાં–
विद्या समस्तास्तव देवि भेदाः ।
स्त्रियः सकस्ताः सफ लाः जगत्सु॥ સઘળી વિદ્યાઓ ભગવતીનાં રૂપે છે, અને સઘળી સ્ત્રીઓ જગતમાં ભગવતીની મૂર્તિઓ છે, એ ભાવ શંકરાચાર્યે સંન્યાસાશ્રમમાં મંડન મિશ્રનાં વિદુષી પત્ની ઉભયભારતી પ્રતિ છેવટ સુધી જાળવી જાણ્યો હતો. કુમારિલના શિષ્ય અને આગ્રહી કર્મમીમાંસાના સમર્થ પ્રચારક મંડન મિશ્ર સામે વિવાદના પ્રસંગમાં મધ્યસ્થ તરીકે ન્યાયનિર્ણયમાં મંડન મિશ્રનાં પત્નીને શંકરાચાર્યે સ્વીકાર્યા હતાં. પક્ષપાત કરશે તે પિતાના પતિ પ્રતિ કરશે, અને સંન્યાસી તરફ નહિ કરે એવો સભ્ય જનમાં વિશ્વાસ ઉત્પન્ન કરવાની આ કલામાં પણ તેમને વિદુષીની વિદ્વત્તા પ્રતિ શ્રદ્ધા હતી, અને તે વિવાદના અંતમાં ફળી હતી, અને જે ઉભયભારતી પતિને મધ્યાહુને જમવા પધારે અને યતિને ભિક્ષા લેવા પધારે એમ કહેતાં હતાં, તેમણે સાતમા દિવસના મધ્યાહને બન્નેને ભિક્ષા લેવા પધારે, એવું બેલી ન્યાયનિર્ણય શંકરાચાર્યના લાભમાં આપ્યો. એ જોઈ શંકરાચાર્યને તે વિદુષી પ્રતિ સન્માન ઉપજ્યું હતું, અને તેના ચિન તરીકે મંડન મિશ્રને સન્યાસ દીક્ષા આપી, સુરેશ્વર સંજ્ઞા આપ્યા છતાં પિતાના ચાર પીઠેમાં ઉભયભારતીને બ્રહ્મવિદ્યાનો અવતાર માની, શાક્ત પીઠની સ્થાપના કરી હતી. શાંકરસંપ્રદાયમાં એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com