________________
પ્રકટ થાય છે. આ બિદુરૂપ અવ્યક્ત તે જ ફરિતત્વ સમજવું. તે બિન્દુનો જડ અંશ તે બીજ, ચૈતન્ય અંશ તે (અપર) બિન્દુ, અને મિશઅંશ તે નાદ”
પ્રકરણ ચોથું શક્તિવાદનું સૂત્રસાહિત્ય મથાતઃ વિજ્ઞાન છે (અથસૂત્ર ) વેદના કર્મ ઉપર શાત, ગૃહ્ય અને ધર્મ–એ ત્રણ શાખા ઉપરનાં સત્રને જન્નત્ર કહે છે. તેવી જ રીતે શક્તિને લગતા સૌભાગ્યકાડ ઉપર પણ સૂત્રસાહિત્ય વિપુલ છે. પરશુરામનું દશખંડી વાપસૂત્ર છે. ગ્રંથ ઘણે ટુંકે છે. તેના ઉપર શાકતોના આચારવિચાર ઘડાયેલા છે. તેમાં (૧) દીક્ષાખંડ, (૨) ગણેશપદ્ધતિ, (૩) લલિતાક્રમ, (૪) પંદર નિત્યાનું તથા પ્રધાન દેવતાનું લયાંગ પૂજન, (૫) શ્રીચક્રપૂજનપદ્ધતિ, (૬) કામ્ય પ્રયોગો, (૭) નિષ્કામ પ્રયોગ, () સર્વ મંત્રોની સામાન્ય પદ્ધતિ, (૯) સમયાચાર સંગ્રહ, (૧૦) કૌલાચારસંગ્રહ–એટલા વિષયે આવે છે. શાક્તમતના અનુભવી વિદ્વાનોનું એમ કહેવું છે કે મૂલ દત્તસહિતામાં ૧૮,૦૦૦ લોકો હતા. તેને પરશુરામે ૬૦૦૦ સૂત્રમાં સંક્ષેપ કર્યો, અને તેમાં ૫૦ કાપ્ત હતા. હારિતગોત્રના સુમેધાએ તેને પણ સંક્ષેપ કર્યો, અને તે હાલ દશખંડી નામથી પ્રસિદ્ધ છે. ભાસ્કરરાય(ઈ. સ. ૧૬૬૮– ૧૭૬૪) ના શિષ્ય ઉમાનંદનાથે નિ :વ નામને સૂત્ર ઉપર નિબંધ લખે છે; તથા તેમની શિષ્ય પરંપરામાં રામેશ્વરે (ઈ. સ. ૧૮૩૧) સૂત્ર ઉપર વૃત્તિ લખી છે. પરશુરામકલ્પસૂત્ર ગાયેકવાડ સંસ્કૃત ગ્રંથાવલિમાં પ્રસિદ્ધ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com