________________
અથવા છાયાને ધારણ કરનાર હોવાથી તેમાં ચેતન્ય જેવી કુરત્તા હોય છે, તેથી અજડ વર્ગની પણ છે. આ જાજડબૃહમાં બ્રહ્માંડસ્થ દેવવર્ગ આવે છે એટલું જ નહિ, પણ આપણું સૂક્ષ્મ શરીરને સઘળો ઇન્દ્રિયને ભૂહ તથા મન, બુદ્ધિ અને અહંકાર પણ આવી જાય છે.
અધિદૈવશક્તિથી ચઢીઆતી શક્તિને અધ્યાત્મશક્તિ કહે છે, અને તે ચેતનવર્ગની છે, તેથી તેને અજાશક્તિ પણ કહે છે. અધિભૂત પદાર્થો બીલકુલ અંત સામર્થ્યના ભૂલને જાણતા નથી, પરંતુ તે શક્તિના માત્ર વાહક યંત્રરૂપ હોય છે; અધિદેવવર્ગના અભિમાનીઓ પોતાના અંત સામર્થ્યને થોડું ઘણું જાણે છે, પરંતુ તેના ઉપર પરદેવતાનું નિયંત્રણ છે તે ભાગ્યે જ જાણે છે; તેથી તેઓ બદ્ધદશાના જીવો જેવા હોય છે. તેઓ પૈકી જેઓ અંતર્યામીને જાણે છે તેઓ મુક્તવર્ગના હોય છે. પરંતુ કર્મજન્ય દેવો ઘણે ભાગે બદ્ધદશાના હોય છે.
જ્યારે અભિમાની–પછી તે મનુષ્યવર્ગને હેાય કે દેવવર્ગને હેય-પોતાના આત્મસ્વરૂપને અને તેના વિભવને સ્પર્શ કરી શકે છે ત્યારે તે બ્રહ્મવિદ્ ગણાય છે. આ બ્રહ્માત્માને અનુભવ કરવાની શક્તિને અધ્યાત્મશક્તિ નામ આપવામાં આવે છે. આ અધ્યાત્મશક્તિ પણ જીવ અથવા અણઆત્માને આશ્રિત રહેનારી અને પરમેશ્વર અથવા વિભુ આત્માને આશ્રિત રહેનારી એમ બે પ્રકારની હોય છે. જીવાશ્રિત અધ્યાત્મશક્તિ આવરણવાળી હોય છે, ઈશ્વરાશ્રિત અધ્યાત્મશક્તિ નિરાવરણ હોય છે. જીવની અધ્યાત્મશક્તિનાં આવરણો બે પ્રકારનાં હોય છે. (૧) જ્ઞાનનાં ઢાંકણરૂપ, અને (૨) કલેશના પ્રતિબંધરૂપ. પહેલાને જ્ઞાનાવરણ કહે છે, બીજાને કલેશાવરણ કહે છે. પહેલા આવરણ વડે કેટલીક વસ્તુઓનું જ્ઞાન જ
જીવને થતું નથી, બીજા આવરણ વડે રાગદ્વેષાદિ દોષથી કલુષિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com