________________
૧૬૯
આ સામાન્ય પ્રક્રિયા ઉપરાંત બીજી અનેક મંત્રાની પર પરા વડે શક્તિયુક્ત આત્મસ્વરૂપની ભાવનાઓનું વિધાન યાગશાસ્ત્રના માઢમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ કર્યું છે. આ મંત્રશક્તિની પ્રક્રિયા હેમચંદ્રસૂરિ( ૧૦૮૮-૧૧૭ર)એ પોતે ઉપજાવી કાઢેલી નથી, પરં’તુ પ્રાચીન ગણધરાએ સ્વીકારેલી મત્ર સંપ્રદાયની રીતે વણૅન કરેલી જણાય છે, એમ તેમના યોગશાસ્ત્રના આઠમા પ્રકાશના અંતિમ શ્લોકા ઉપરથી સ્પષ્ટ સમજાય છે.
પદસ્થધ્યાનયેાગનું કુલ વ`વતાં હેમચંદ્રસૂરિ કહે છે કેઃ— ધ્યાન વડે યાગી વીતરાગ થાય છે; આ શિવાયના શ્રમ તે માત્ર ગ્રંથવિસ્તાર સમજવેા. મંત્રવિદ્યાના વણુ અને પદના જરૂર પડે તે વિશ્લેષ કરવા એટલે સિિધવનાનાં પદો પણ વાપરવાં, કારણ કે તેમ કરવાથી લક્ષ્યવસ્તુ વધારે સ્ફુટ થાય છે. આ જૈનશાસનમાં મંત્રરૂપી તત્ત્વરને પ્રાચીન ગણુધરાના અગ્રણીઓએ ઉદ્દાર કરેલાં છે. તેના પાતાના હૃદયદ ણમાં સુદ્ધિમાનાને પ્રકાશ થાઓ; અને તે મા અનેક ભવના લેશેાના નાશ કરવા પ્રકાશ કરવામાં આવ્યા છે.
યેાગશાસ્ત્રના નવમા અને દંશમા પ્રકાશમાં રૂપસ્થ અને રૂપવર્જિત ધ્યાનના પ્રકારો વર્ણવ્યા છે. પરંતુ તે સાથે શક્તિવાદના સંબંધ નથી. ત્યાર પછીના શુકલધ્યાનની પ્રક્રિયા પણ શક્તિવાદ સાથે સંબંધ ધરાવતી નથી.
ટુકામાં પિંડસ્થ અને પદસ્થ ધ્યાનયેાગમાં જૈનને તંત્રસાધના અને તંત્રશક્તિના સ્વીકાર છે, અને મૂલવસ્તુની શક્તિને દેવતાભાવે અંગીકાર જણાય છે.
* આ મામાં પ્રણવ (ૐ), માયા ( દર્દી ) વિગરે ખીજાક્ષરા જેવાને તેવા શાક્તતંત્રના સ્વીકારવામાં આવ્યા છે. માત્ર મુખ્ય દેવતા તરીકે અરિહંતાણમ્ એવી જનપંચાક્ષરી લીધી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com