SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જેમ ઉપર કહેલા સમુદ્રાદિ પદાર્થીની મર્યાદા વિગેરે ધર્માં ખાદ કરતાં ધર્મી સ્વરૂપ સમજાતું નથી, તેમ શિવસ્વરૂપ શક્તિને આશ્રય લીધા વિના સમજાતું નથી. જેમ ન્યાયવૈશેષિકમાં ગુણાના આધાર તરીકે દ્રવ્ય પદાર્થ છે, જેમ સાંખ્યામાં સત્વાદિ ગુણત્રયના સામ્ય વડે જ પ્રકૃતિ પદાર્થ છે, જેમ વેદાન્તીઓમાં માયાના સંબંધ વડે જ સગુણ બ્રહ્મના ભાવ પ્રકટે છે, તેમ શવામાં અને શાતામાં શક્તિ વડે શવનું શિવત્વ, અને શક્તિનું સૈાભાગ્ય ઘડાયું છે. આ પ્રમાણે શક્તિતત્ત્વ એ બ્રહ્મ વસ્તુના રવભાવધમ છે. તા પણ તે ધનુ ચિન્તન કરવા સ્વતંત્ર પદાર્થરૂપે તેને શાતા રજુ કરે છે. જેમ આયુર્વેદના શાસ્ત્રમાં મુખ્ય દેહના કાઈ અવયવને નૈત્ર, હૃદય, કહ્યું વગેરેના વિશેષ વિજ્ઞાન અર્થે ખાસ અભ્યાસ થાય છે, તેમ અધ્યાત્મશાસ્ત્રમાં પણ બ્રહ્મ વસ્તુના આ સ્વભાવધનું વિશેષ વિજ્ઞાન મેળવવા ખાસ ઉપાસના થાય છે. આ ઉપાસનામાં મૂલ 'ગી એટલે ધર્મીના અનાદર અથવા અવીકાર નથી. નેત્રાદિ અવયવાના ખાસ અભ્યાસ કરનારે સમગ્ર દેહમાં તેની ક્યાં સ્થિતિ છે, અને વા ઉપયેાગ છે એ વસ્તુત: ભૂલવું જોઇએ નહિ; તેમ બ્રહ્મ વસ્તુના શાતરવભાવનું ચિન્તન કરનાર બ્રહ્મવસ્તુના નિષ્કલ સ્વરૂપને અવગણનારા હાવા જોઇએ નહિ. પરંતુ આપણુ જીવે તે નિષ્કલ, નિરાકાર, નિપ્રકાર, નિર્વિશેષ બ્રહ્મવરતુ તેની કલા, આકાર, પ્રકાર, અથવા વિશેષ વિના અનુભવમાં આવતી નથી, માટે સકલ, સાકાર, સપ્રકાર, અને વિશેષ રૂપે બ્રહ્મવસ્તુ ધ્યાનના અને જ્ઞાનના વિષય રૂપે લઇએ છીએ. બ્રહ્મ વસ્તુને સકલ, સાકાર, સપ્રકાર, સવિશેષ રૂપે રજી કરનારા સ્વભાવધમને શક્તિ એવી સંજ્ઞા આપવામાં આવે છે, અને રહસ્ય વેત્તા તેનાં હેતુગલ ધણાં નામેા આપે છે:—— નાગાનન્દસૂત્રમાં આ શક્તિને ૧ વિમર્શ, ૨ ચિતિ, ૭ ચૈતન્ય, ૪ આત્મા, ૫ સ્વરસ ઉદય પામનારી વાદેવી, ૫ પરા*જીએ-મનલસ્તુતિયાવસ્થા મારામરીમેવતાઃ(ત્રિપુરારહસ્ય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy