________________
૧૨૩
અન્યા અખિલ અવિદ્યા વધવી, વિદ્યા વાસવિલાસ રે, અજ્ઞાની જન દરને અરથે, પિસે કુવિઘા પાસ.
મળીએ મૂલ મીઠે. જ્ઞાની થઈ જ્ઞાન ગણવે, જ્ઞાન ઘણું છે ગૂઢરે, દેખે નહિ દેહમાં દીઠા દષ્ટ, મતમતતા મતિ મૂઢ
મળીઓ મૂલ મીઠે. રસિક સકલ રમણો રંગ રસીઓ, રંગ રમે મત્ય માંહી રે, રાસ રમાડી રસિક સઘળાંને, બાઝી ગયો બહુ બાંહી
મળીઓ મૂલ મીઠે.
(રાસરસ-૩૪ મો ઉલ્લાસ.) સંગીતકલા સાથે કાવ્યકલા જેડી, અને તેને શ્રીચક્રની વિદ્યા સાથે સમન્વય કરી, તેણે આંતર રાસ અને બાહ્ય રાસનું સંયોગીકરણ કર્યું જણાય છે. તેણે રાસમંડળની સ્થાપના કરી હતી, અને તેમાં અનેક સ્ત્રીપુરુષોને તેણે જોડયાં હતાં. તેની ભક્ત શિષ્યા જનીબાઈના કહેવા મુજબ તેણે મહીસા ઉપરાંત, દધિપુર, વાડવપુર (વાળવડ), પીજ વિગેરે ગામોમાં ભક્ત સ્ત્રીપુરુષનું મંડલ સ્થાપ્યું હતું. પ્રથમ દીક્ષા તેણે પોતાની પત્નીને આપી હતી. તે પિતાને “મુતમીઠું” નામથી ઓળખાવે છે. તેણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં નાના મેટા પ્રકરણગ્રંથો તથા પદો લખ્યાં છે. તેમાં નીચેની કૃતિઓ મુખ્ય જણાય છે
૧ રસિકવૃત્તિવિનોદ ૨ શ્રીરસ-બાર ઉલાસમાં ૩ શ્રીલહરી-૧૦૩ શિખર્ણિમાં, આ ગ્રંથ શંકરાચાર્યની
સૌન્દર્યલહરીને સમશ્લોકી અનુવાદ છે. કવિ બાળાશંકર
ની સૌન્દર્યલહરી પહેલાંની આ કૃતિ ગુજરાતીમાં છે.
૪ શક્તિવિલાસલહરી (તેર ઉલ્લાસમાં ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com