________________
૧૨૧
તાંત્રિકે યામલ વર્ગના ગણાય છે, અને તેઓમાં સ્ત્રીપુરુષને દૈહિક સંબંધ પાપનું મૂલ છે એમ માનવામાં આવતું નથી. તેઓના અભિપ્રાય પ્રમાણે વિવાહાદિ સંબંધથી ગ્રથિત થયેલાં જેડામાં હંસ-હંસીભાવ ઉઘડતાં પ્રેમની ઉત્કટ કલા જાગે છે, અને તે કલા વડે માનસ તથા અધ્યાત્મ ભૂમિકા સ્ત્રીપુરુષની મલિન હોય છે તે સ્વચ્છ થતી જાય છે. આ કારણથી શાકત સંપ્રદાયમાં ઘણે ભાગે દંપતીને સમાન દીક્ષા આપવાને રીવાજ છે. આ યામલદીક્ષાના અધિષ્ઠાતા દેવને અર્ધનારીશ્વર કહે છે, અને તેમનું પારિભાષિક નામ સરાઇ છે. પ્રસન્નતા અને સત્યત્વની મૂર્તિ અખંડ (ર) જે પ્રકાશાત્મક શિવતત્વ સાથે જોડાયેલી રહે છે તેનું નામ “સદાશિવ.” આનું બીજું નામ રાખ્યા છે એટલે અંબા અથવા માતાના નિત્ય સંબંધ, વાળું નિર્મલ રૂપ. આવા અર્ધનારીશ્વરના અથવા સાંબ સદાશિવના સમરસ ભાવને ઓળખનાર અને શાકત પરિભાષામાં રસિક પ્રકરણ અને પદો લખનારા ગુજરાતી લેખકેમાં મીઠુ મહારાજ થઈ ગયા છે. તેમને લગતી માહિતી મેં તે પુરુષના લેખી ગ્રંથ દિ. બ. કેશવલાલ વે સંગ્રહ કર્યા છે તેનું અવલોકન કરી મેળવી છે.
મહી નદી પાસે મહીકાંઠાના મહીસા નામનું ગામ છે. તે ગામ અલીણ પાસે છે. ત્યાં સંવત ૧૭૯૪, એટલે ઈ. સ. ૧૭૩૮ માં મોઢ બ્રાહ્મણની નાતમાં મીઠુને જન્મ થયે હતો. તેના પૂર્વજોનાં • જુએ –ગરજે ગુજર જનપદે, મુદગણ મહિસા ગામ, મણિમૂલે મિતુઓ , શિવશક્તિક સુખ ધામ.
(રાસરસ. લેખી પ્રત આંક ૧૧ પૃ. ૩૯૩.) सेव्यः श्री शुक्लवंशे हरजिदमलधीः, कृष्णदासस्ततोऽभूद् वीरेशस्तत्तनूजः श्रुतिशिखररसास्वादनोत्साहयुक्तः । तत्सूनुः श्रद्धधान: श्रुतिविहितविधौ श्रीकृपारामनामा
मीठुस्तस्यात्मजः श्रीनगरगतपरारासलीलाविलासी ॥ (રાષિધિરાણનો (પૃ.૧૬ છેવટને લોક) જુએ વળીરાસરસ પૃ. ૩૯૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com