SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પછી દેવીના સૂક્ષ્મ રૂપની ભાવના અને ત્યારપછી દેવીના પરરૂપની ભાવના બાંધવામાં આવે છે. સ્થૂલરૂપ ઉપર બાહ્ય ઉપચાર વડે પૂજન અને પરરૂપ ઉપર ધ્યાનજ૫ અને સ્વરૂપચિંતન ઘડવામાં આવે છે દેવીને લગતા સાહિત્ય સાથે વાસ્તવ સંબંધ ધરાવનાર સૂમરૂપની ભાવના ગણાય છે. આ ભાવનામાં દેખાતું આલંબન ધૂલમૂર્તિ હોય છે, પરંતુ ભક્તિનું હૃદય તે મૂર્તિમાં પ્રવેશેલા સૂક્ષ્મરૂપને વળગતું હોય છે. દેવીની સૂક્ષ્મરૂપની ભાવના બાંધી ગુજરાતી સાહિત્યમાં રંગ પૂરનાર કેટલાક કવિઓ થયા છે, પરંતુ તેમના ગ્રંથે ઘણે ભાગે પ્રસિદ્ધ થયા જાણતા નથી. હસ્તલિખિત પ્રતે તેમના ગ્રંથની પ્રસંગે મળે છે; પ્રસંગે તેમનાં ગરબાગરબીઓ અમુક જ્ઞાતિનાં સ્ત્રીપુરુષમાં કંઠાગ્ર હોય છે. ગુજરાતી સાહિત્યમાં દેવીભક્તો પૈકી કવિત્વશક્તિવાળા કેટલાક લેખકે જણાયા છે. તેમનાં જીવન તથા કૃતિઓ જેમાં કેટલુંક શાક્તસંપ્રદાયનું રહસ્ય હજુ અગમ્ય રહ્યું જણાય છે – ૧, નાથ ભવાન (ઇ. સ. ૧૬૮૧-૧૮૯૦) આ ભક્તકવિ કાઠીઆવાડ પ્રાંતના ઝાલાવાડ પ્રાંતના ઘોડાદર ગામના ઘેડાદ્રા (ઘેડા) અવટંકવાળા વડનગરા નાગર જ્ઞાતિના હતા. મૂળ પુરુષ કહાનજીના પુત્ર સુંદરજી પ્રથમ જૂનાગઢ આવી વસેલા જણાય છે. તે કુટુંબની કુળદેવી એસિડના ડુંગર ઉપરની આનદેશ્વરી છે. સુંદરજીને મદનજી અને નાથભવાન નામના બે પુત્ર હતા. તે પૈકી નાથભવાન દેવીભક્ત હતા. તેઓ ભવાનીભક્ત હોવાથી તેમના નામમાં દેવીને સંકેત પેઠેલો જણાય છે. આ પુરુષ શક્તિના પરમ ઉપાસક હતા. જૂનાગઢના વાઘેશ્વરી નામના દરવાજા બહાર તે સમયે વિકટસ્થાનમાં લક્ષ્મણ ટેકરી ઉપર આવેલાં શ્રી વાઘેશ્વરીમાતાના નિત્યપૂજનને તેમને અટલ સ્મિમ હતો. એક દિવસ ચોમાસામાં ત્યાં જતાં પૂજાની સામગ્રી: ભૂલી જતાં ઘેર પાછા ફરવા. વિચાર કર્યો. તે અરસામાં ભારે વરસાદ પડવાથી નદીને વોકળો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy