________________
૧૯૨
જણાવે છે. આથી શાકત ધર્મમાં પશુબલિ કેમ થાય છે, મદ્યાદિનું સેવન કેમ થાય છે, એ પ્રશ્ન ખરી રીતે ઉભા થવા ન જોઈએ; કારણ કે અધિકારભેદને અભ્યપગમ અથવા સ્વીકાર છે, અને તેથી વિરોધ નથી. પ્રસ્ત ધર્મમાં પરપ્રજા ઉપર આક્રમણ કેમ થાય છે, એ ખરે પ્રશ્ન છે, કારણ કે જીસસ ક્રાઈસ્ટની ધર્મભાવના અને ત્યંત નમ્રતાની છે, અને કેટલાક પ્રીસ્તીઓનાં વર્તન તેથી વિરોધી છે. આ નિયમ સર્વ ધર્મોને લાગુ પડે છે. જ્યાં ધર્મ અધિકારભેદની અવગણના કરે છે, ત્યાં આવા પ્રીને ઉભા થાય છે, જ્યાં અધિકારભેદને સ્વીકાર છે ત્યાં આવા પ્રશ્નો ઉભા થતા નથી.
પ્રકરણ અગીઆરમું શાક્ત સંપ્રદાયને લગતા ગુજરાતનો ઇતિહાસ “પૃથ્વી એનું પીઠ, ગગન ગહન ચંદર, ચારૂ ચામર વાય, તેજ દીપે છે ગર; અભિષેક જળતત્ત્વ, ચિતિશક્તિ સચરાચર, મા ! તું સકલ મહત્વ, વ્યાપક કહે સુર મુનિવર.
(વલલભ ધોળા ) ગુજરાત અને પશ્ચિમ હિન્દુસ્થાનમાં શાક્ત સંપ્રદાયનું અસ્તિત્વ ઘણું પુરાતન કાળનું જણાય છે. બુદ્ધ પૂર્વભાવી ગુજરાતને ઇતિહાસ આપણને જેવો જોઈએ તે ઉપલબ્ધ નથી; પરંતુ સૌરાષ્ટ્રમાં અને મુખ્યત્વે કરીને દ્વારકાવાળા ઓખામંડળના ભાગમાં શ્રી કૃષ્ણ નો વાસ કર્યો ત્યારથી શિવ અને શાક્ત સંપ્રદાય આ ભૂમિમાં દાખલ થયાનું અનુમાન જાય છે. આરાસુરની અંબિકાનું પીઠ ઘણું પ્રાચીન હેવાને સંભવ છે. શ્રી કૃષ્ણના વાળ ત્યાં ઉતર્યા હતા; અને રુકિમણું માતાના પૂજન અર્થે ત્યાં ગયાં હતાં, ત્યાંથી તેમનું હરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com