________________
૯૭
- મહાયંમંજરી નામના ત્રિકદર્શનના ગ્રંથમાં આ બાહ્ય અધિભૂત શક્તિપીઠે ને બદલે ઉપાસનામાં ઉપયોગી થાય એવાં પાંચ પીઠની ભાવના આપી છે. આપણે પિંડ પૃથિવ્યાદિ પાંચ તત્વોથી ઘડાયેલે છે. તે પાંચ તો શાક્તોના પંચમકારને સ્થાને છે, એમ આપણે આઠમા પ્રકરણમાં વિચારી ગયા છીએ. આ પાંચ તત્વોથી ઘડાયેલાં મૂલાધારમાં માતૃકાપીઠ, સ્વાધિકાનમાં કુંડલીપીઠ, મણિપુરમાં ક્રિયાપીઠ, અનાહતમાં મુદ્રાપીઠ, અને વિશુદ્ધમાં બોમપીઠ–એવાં પાંચ શક્તિપીઠેની ભાવના કરવી, અને અનુક્રમે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશના મંડળની ધારણું તે તે પીઠમાં કરવી અને પૂજનસામગ્રી તરીકે અનુક્રમે ગંધ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને પુષ્પના ઉપચાર કરવા.
ઉપરનાં મહાપીઠે તે શાસ્તનાં તીર્થ ગણાય છે. શાક્તિનાં તમાં કૃણ અષ્ટમી, આશ્વિન શુકલ પક્ષની તથા ચિત્ર શુકલપક્ષની નવરાત્રિ, તથા અમાવાસ્યા અને પૂર્ણિમા મુખ્ય તિથિઓ ગણાય છે. તે વતચર્યાના દિવસે માં નૈમિત્તિક પૂજન તથા ચક્રપૂજન પણ થાય છે.
સતીને બજે આવિર્ભાવ પુરાણમાં અને તંત્રમાં હિમાલયને ત્યાં ઉમાના શરીરમાં થયો છે. તે આવિર્ભાવ ઉપર કામદહન અને કામના પુનર્જીવનની ભાવના ઉભી કરી, શિવ-પાર્વતીને લગ્નપ્રસંગ વર્ણવી, કાર્તિકેય અથવા કુમારના જન્મનું વર્ણન રચાયું છે; અને, કવિ કાલિદાસે આ પ્રસંગને વરતુરૂપે લઈ કુમાર કાવ્ય રચ્યું છે; ઉપનિષદુસમયમાં ઉમા હૈમવતીની શકિત તરીકે ભાવના સિદ્ધ થઈ ચૂકી હતી એમ નિષથી સમજાય છે.
આ બે મુખ્ય અવતારો ઉપરાંત શકિતના ઘણું ગૌણ આવિÍ દેવીમાહાઓમાં વર્ણવાયા છે. પુરાણોમાં એવી પણ કલ્પના છે કે જ્યારે જ્યારે વિષ્ણુના અવતારે થાય છે ત્યારે શકિતના પણ આવિર્ભા થાય છે. કૃષ્ણાવતારમાં પણ તેમ થયું હતું.
પ્રત્યેક આવિર્ભાવમાં શકિત અમુક પાપી અસુર અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com