________________
૮૩
અધ્યાત્મસાધના વર્ણવી છે. યંત્રસ્થ શકિતનું પૂજન શરીર વડે, વાણી વડે અને ધ્યાન વડે કરવામાં જે ક્રમ સાધવો જોઈએ તેનું સ્પષ્ટીકરણ ત્રિપુરાતાપિની તથા માવના ઉપનિષદમાં સામયિક મતાનુસાર આપ્યું છે.
પ્રકરણ દશમું. શકિતપૂજનના પ્રકારે
बालिकारचितवस्त्रपुत्रिकाक्रीडितेन सदृशं तदर्चनम् । यत्र शाम्यति मनो न निर्मलं स्फीतचिजलधिमध्य माश्रितम्॥
(અર્ચનાવિંશિકા) પાછલા પ્રકરણમાં શક્તિનું મૂલ અધ્યાત્મ સ્વરૂપ, તેને સમજવાની મંત્રવિદ્યા, અને તેને લગતી ઉપાસનાનાં યંત્રો, અને તેની સવિસ્તર સમજણ આપનારાં તંત્રનું સામાન્ય જ્ઞાન મેળવ્યા પછી શાક્ત સંપ્રદાયનું બાહ્ય રૂપ સમજવું જરૂરનું છે. દેવીના આંતરચિંતનને ઉપાસના કહે છે, અથવા અંતર્યાગ કહે છે, તેના બાહ્ય અર્ચનને અહિયંગ કહે છે. બહિર્યાગના આલંબન અથવા આધારને લીધા વિના અંતર્યાગની પદ્ધતિ ઘણાઓને સિદ્ધ થઈ શકતી નથી. બાહ્યયાગનાં પાંચ અંગો હોય છે : જપ, રહેમ, તર્પણ, માર્જન, અને બ્રહ્મભજન. દેવીના સ્વરૂપના બેધક મંત્રને વાચક રીતિએ પુરશ્ચરણાદિ નિયમ વડે જપતે મંત્રના જપની દશાંશ સંખ્યાનો અગ્નિનું સ્થાપન કરી વિદ્રવ્ય વડે હમ કરે; દેવીનું પંચ દ્રવ્યના ઉપયોગ વડે પોતાના અધિકાર અનુસાર સંતર્પણ કરવું; સંસારના સંસ્કારોનું માજન કરવું એટલે તેને ખસેડી નાંખી દેવીની ક્રમપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com