________________
ઉત્કલ એટલે ઓરીસામાં વધારે છે; પશ્ચિમમાં પણ ત્રિપુરાને અંબિકા નામથી પ્રચાર વધારે છે. તાજીને મુખ્ય પ્રચાર સર્વ બૌદ્ધ દેશમાં છે, અને તે સ્ત્રી સાથે વિશેષ સંબંધવાળી છે.
વાટીને સંપૂર્ણ મંત્ર ૨૨ અક્ષરને છે; અને ત્રિપુરાને મૂલ મંત્ર પંદર અક્ષરને છે, અને ષોડશી સાથે તે જ પંદર અક્ષરે સેળ થાય છે.
Iઢીને વિદ્યાવિસ્તાર રચાનારદર્શથી સમજાશે. જેને વિસ્તાર પરશુરામ કલ્પસૂત્ર અથવા સૌન્દર્યલહરીની લક્ષ્મીધરની ટીકાથી સમજશે, અથવા ગૌડપાદના વિચારત્નસૂત્રથી સમજાશે. આ નિબંધમાં તે તે વિદ્યાને મંત્રોદ્ધાર કરવાથી વાચકને કંઈ પણ ફળ મળે તેમ નથી. તે જેમણે જાણવું હોય તેમણે યોગ્ય ગુરુ દ્વારા મંત્રાદયને ક્રમ, તેને વર્ણ–વિન્યાસ, તેની પ્રયોગ-પદ્ધતિ, તેનાં સહસ્ત્રનામ, તેનાં સ્તોત્ર વિગેરે મેળવવાં જોઈએ. શાક્ત વિચારકેનું એમ માનવું છે કે દીક્ષાના ક્રમથી મળેલ મંત્ર ઉપાસનાના ક્રમથી જ સિદ્ધ થાય છે, તે વિના ભાષાના નિયમથી આ વસ્તુ સમજાય તેમ નથી. જેમ HO વડે પાણીને સંકેત માત્ર આપણે સમજીએ છીએ, પરંતુ જલબિન્દુ ઉત્પન્ન કરવા સારૂ તે પ્રયોગશાળામાં શિક્ષક પાસે પ્રયોગ કરવો જ જોઈએ, તેવો નિયમ આ શાક્તતંત્રમાં
સ્વીકારાયેલે છે, એટલું જણાવી મંત્રોદ્ધાર કરવાનું મેં યેગ્ય ગણ્યું નથી.
મંત્રના આરંભમાં મુખ્યત્વે કરીને પ્રણવ હોય છે, ત્યાર પછી તે તે દેવતાને લગતા બીજ અક્ષર હોય છે. તે કાંતે એક વાર, બે વાર અથવા ત્રણ્ વાર શિરચાર કરવાનું હોય છે. ત્યાર પછી મુખ્ય દેવતાનું નામ અનાવે છે, ત્યાર પછી કાં તો નમસ્કાર હોય છે, અથવા ભૂલબીજ અથવા બીજોનો પુનરાવૃત્તિ હોય છે. કેટલાક મંત્રો નમસ્કારાંત નહિ હોતાં હાજ પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com