SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પછીની પpઢાંત, ઉન્મના, અને અનવસ્થા, ભૂમિકામાં સ્થિત થયેલાને આચારનું બંધન નથી, પરંતુ તેઓ અવધૂતની પેઠે યથેચ્છ વર્તે છે. ટૂંકામાં તેવી સ્થિતિના સિદ્ધોને લૌકિક નીતિનાં બંધને હેતાં નથી. પરંતુ આવી ભૂમિકા બંધાયા વિના સ્વેચ્છાવિહાર કરનારનું અંધ:પતન થાય છે. સિદ્ધભૂમિકામાં ચઢેલાં સ્ત્રી પુરૂષોનાં આચરણ પ્રથમના નિયમના અભ્યાસબલ વડે સ્વાભાવિક સુંદર હોય છે; તેઓ ધ્રુણ, શંકા, ભય, લજજા, જુગુપ્સા, કુલ, જાતિ, અને શીલના પાશથી મુકત હોય છે. ગુરુ, પરમગુરુ વિગેરેના સંબંધ થતાં મર્યાદાનું પાલન કરવા તેઓ નમનાદિ કરે છે; યોગ્ય પુરૂષોનું સંમાન કરે છે; પોતાના સ્વપ્રકાશ સ્વરૂપની દઢ ભાવના અખંડ ચાલુ રાખવા તેઓ પ્રાણ ધારણ કરી રાખે છે. તેવા સિદ્ધ પુરૂષનું સ્વરૂપ સમજ્યા પછી તેમના વચન વડે જ સાધકે વ્યવસ્થા કરી લે છે; તેઓ સર્વથા સત્ય બોલે છે, પરધનમાં આસક્તિ રાખતા નથી; પિતાની સ્તુતિ અને પરનિંદામાં રોકાતા નથી; પારકાના મનને મર્મવધી થાય એવું વચન, પરિહાસ, ધિક્કાર વિગેરે કાઢતા અથવા દર્શાવતા નથી. જ્યાં સુધી પૂર્ણ ખ્યાતિ એટલે પૂર્ણનુભવ નિકાના રૂપમાં બંધાતો નથી ત્યાં સુધી શકિતવિદ્યાનું આરાધન કર્યા જ કરે છે. સમયાચારો ઘણા કાળ સેવાયા પછી કુલનિષ્ઠા બંધાય છે; એટલે તે સ્વતંત્ર બને છે. તે કુલનિષ્ઠ કૃતકૃત્ય હોય છે. તેમને ચાંડાલને ત્યાં દેહ પડશે કે કાશીમાં પડશે તેની પરવા હતી નથી. આ ખરા જીવનમુક્ત છે. શાકતોની ઉપરની સાત ઉલ્લાસભૂમિકા વેદાન્ત શાસ્ત્રની સાત જ્ઞાનભૂમિકા સાથે મળતી આવે છે, અને પરિણામ બંનેમાં છેવટે એક જ પ્રકારને આવે છે. - શૈવશાસનમાં પણ અધિકારીભેદને લક્ષમાં લઈ દ્રવ્યવિનિયોગ કર્યો છે. મહાનયપ્રકાશ નામના ગ્રંથમાં કહ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy