________________
Co
કરે છે. તેવી જ રીતે પરમેશ્વર રૂપી મહાવધે આદ્યાશક્તિના મંત્રરૂપ ઔષધ પંચમકારના અધિકારભેદને વિચાર કરી આપેલું યોગ્ય ગુરુની દેખરેખ નીચે લેવાય તે આ કલિ કાલના મહાપાપીઓનું શોધન કરનારું છે, એટલું જ નહિ પણ મોટા ભાગનું નિવારણ કરનારું છે. આયુર્વેદમાં મધ, માંસ, મસ્યાદિને ઉપયોગ સ્વીકાર્યો છે, અને શક્તિ લાવવામાં તેને મિત ઉપયોગ કરવાનું કહ્યું છે. આટલા માત્રથી આયુર્વેદને નિંદવો ઘટતું નથી. તેથી પંચમકારનું વિધાન કરવા માત્રથી મંત્રશાસ્ત્ર નિંદાવું જોઈએ નહિ. શિવે તંત્ર શાસ્ત્રમાં કઈ સ્થળે શકિતસાધકને ઉદેશી એમ કહ્યું નથી કે તેમણે નિત્ય દારૂ પીવો, પશુઓ મારવાં, માંસ ખાવું, સ્ત્રીવિહાર કરે; અને તેમ કરશે તે જ તેમને મોક્ષ મળશે. ઉલટું વારંવાર એમ. પ્રબોધવામાં આવ્યું છે કે આ વસ્તુઓને અતિશય કદી થવો ન જોઈએ અને સ્વાભાવિક વસ્તુઓને ઈશ્વરપૂજનમાં વિનિયોગ કરી તે પદાર્થોના ઉપયોગનું નિયંત્રણ કરવું જોઈએ. અધમ જાતિના પશુઓએ પંચમકારને પ્રાધાન્ય આપી, શાસ્ત્રને નિંદાકેટિએ ચઢાવ્યું છે.” (ત્યાર પછી ઘણાં પ્રમાણુવચને પંચમકારને કયાં કેવી રીતે વિનિયોગ કરે તે બાબત આપ્યાં છે. )
શાકતના મુખ્ય ત્રણ અધિકારીઓના પંચમકારને ઉપયોગ કેવી રીતે કરે છે તે ઉપરથી અનેક આચારભેદે છે. તેમાં વૈદિક, વૈષ્ણવ, શૈવ, દક્ષિણ, વામ, સિદ્ધાન્ત અને કૌલ એવા સાત ભેદો તંત્રોમાં આવે છે. પરંતુ આ સાતેને ત્રણમાં સમાસ લક્ષ્મીધર પંડિત કરે છે? (૧) દક્ષિણ અથવા સામયિક, (૨) વામ અથવા કેલ, અને (૩) મિશ્ર એટલે દક્ષિણ–વામ માર્ગનું સંમિશ્રણ. જેઓ પંચમકારના દિવ્ય અધિકારીના નિયમ પ્રમાણે વર્તે છે તેઓ દક્ષિણ માર્ગ શાક છે. તેમનું બીજું નામ સામયિક છે, એટલે શિવ-શક્તિનું
જુઓ વિસ્તર ઉપરનો ઉપોદઘાત. પુ. ૧૯૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com