________________
આસુર અને પિશાચ લગ્ન થાય છે, વિગેરે દ્ધ પ્રતિપક્ષીઓના શિષ્ટાચાર સંબંધી પ્રશ્નોના ખુલાસા આપવામાં પાણી ઉતર્યું જણાય - છે. ટુંકામાં દેશકાળ પર આચારધર્મ બંધાયેલો છે, એ વાતનું સત્ય નહિ જાણનારા પિતાના આચારને જ મહિમા ગાનારા અન્ય ધર્મ અને સંપ્રદાયનું ઉદાર મનથી અવલોકન કરી શકે તેમ નથી. ભગવાન બુદ્ધને આદેશ અહિંસામાં છતાં હાલ સઘળા બૌદ્ધ ધર્મના વિસ્તારવાળા ચીન, જાપાન, લંકા વિગેરે સ્થાનમાં માંસભક્ષણ થાય છે. માત્ર આ બાબત જૈનએ કંઈક વિશિષ્ટતા જાળવી છે, અને તેનું કારણ પણ તે ધર્મ માત્ર ભારતવર્ષમાં પિતાનું સંગાપન કરી ટકી રહ્યો છે માટે તે વિશિષ્ટતા જળવાઈ છે. હિન્દુઓના વૈદિક કાળ પછી અનેક પ્રજાનાં આક્રમણ થવાથી તેમના આચારની હિન્દુધર્મવ્યવથાપકે એ વ્યવસ્થા કરી છે, અને માંસભક્ષણ કરે છે, મઘ પીએ છે એટલા માત્રથી પરમેશ્વર સંબંધી અનુભવ ન મળે, એ સંકેચભાવ જણાવ્યું નથી. મનુ ભગવાન કહે છે કે –“માંસ ભક્ષણ કરવું એટલામાં દોષ નથી; મૈથુન કરવું એટલામાં પાપ નથી. પ્રાણીઓની આ બે સ્વાભાવિક પ્રવૃત્તિઓ. છે. પરંતુ તેમાંથી નિવૃત્ત થવું તે મહા ફળને આપનાર છે.”
શ્રૌતાચારના અગ્રણી મનુના વિચારને અનુસરતું તાંત્રિકાચાર્યોનું પણ મંતવ્ય છે કે દેવતાના પ્રસાદ રૂપે મદ્યાદિ પશુ અધિકારીને સેવ્ય છે, અને ઈતરને અસેવ્ય છે. નીચેના કાષ્ટકમાં ત્રણ અધિકારી
એના દ્રવ્યનું વર્ગીકરણ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com