SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૫ મહેતાની બોમ્બે હાર્ડવેર કંપનીમાં એક ધારી ૧૫ વરસ સુધી સેવા કરી. અહીં એમને અનેક જાતના અનુભવ મળ્યા તેમની પ્રમાણીકતા અને કાર્ય કુશળતા જોઈને તેમના શેઠશ્રીએ અને શ્રી બટુકભાઈએ એક બીજી પેઢી મેસર્સ ધી ન્યુ ઇરા ટ્રેડીંગ એજન્સીના વાયરનેટીંગના કારખાના માં તેમને ભાગીદાર બનાવ્યા. મળેલ અનુભવોને લીધે ફક્ત બેજ વરસના ગાળામાં આવી જાતના મોટા કારખાનાઓની હરોળમાં પોતાની કંપનીને મુકી દીધી ધંધાની સાથે તેઓ અનેક સામાજીક મંડળમાં ભાગ લેતા રહ્યા અને કેટલીક પ્રવૃતિઓમાં પિતાને આર્થીક બેગ પણ આપતા રહ્યા. તેઓ એક સારા યુવાન કાર્યકર પણ છે. ઘણા મંડળોને જગાની અગવડ હોય તો પોતાને રહેઠાણ બોલાવતા અને દરેકને યથાશક્તિ સત્કાર કરતા. ઉપરાંત કોઈ પણ કામ હોય તે તે અત્યંત ખંતથી જાત મહેનત લઇને કરી આપતા. દર વરસે અનેક વિદ્યાર્થીઓને નેટબુકે ઓછી કિંમતે મળે તેવી વ્યવસ્થા કરી આપે છે. શ્રી બાલુભાઈ ગુલાબભાઈ બારોટ વતન પાલીતાણું એક સામાન્ય સ્થિતિમાં મુંબઈ જતા ધંધાઓ યારી આપી અને પૈસે ટકે સુખી થયાં એ પછી શ્રી બાલુભાઈએ હમેશા સંપત્તિને સદઉપયોગ કરી જાય છે. વિદ્યાર્થીઓને પુસ્ત, બીમાર દર્દીઓને દવાદારૂ, સારામાઠા પ્રસંગોએ તેમની સહાનુભૂતિ. સ્વભાવે ઉદાર અને નિરાભીમાની સદાય હસમુખા સ્વભાવના બાલુભાઈ પાલીતાણાની બારોટ જ્ઞાતિનું ગૌરવ છે. ધંધામાં બે પૈસા કમાયા તે સંપત્તિને ધાર્મિક કાર્ય માં સારો એવો ઉપયોગ કરી રહ્યા છે. શ્રી એચ. કે. દવે પિતાની સ્વયં શકિતથી વ્યાપાર ક્ષેત્ર સૌરાષ્ટ્રભરમાં સારી એવી નામના મેળવનાર શ્રી એચ. કે. દવેનું મુળ વતન ભાવનગર છે. માત્ર ત્રણ અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ બચપણથી એક યશસ્વી વ્યાપારી તરીકેના લક્ષણ દેખાતા હતા. શરૂઆત જુદી જુદી જગ્યાએ ટુંકા પગારથી નોકરી દ્વારા જીવનની શરૂઆત કરી ખંત, અને પ્રમાણીકતાથી કામ કરી સૌના રદય જીતી લીધા અને બંદરને લગતા કામકાજમાં માલની ઝડપી હેરફેર માટે કામમાં મન પરોવ્યું. થોડી મુશ્કેલીઓને સામને પણ કરો પડ્યો અને છેવટે વેપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી સાહસિક્તાને સિદ્ધ પ્રાપ્ત થાય જ છે એવી દઢ પ્રતીતિ થતી પિતાના ઉત્તમ આદર્શોથી અને પુર્વના પુણ્યથી મેળવેલી લક્ષ્મીને પણ સમાજોપયોગી કામોમાં સદઉપયોગ કરતાં રહ્યાં. જ્યોતિષના પ્રખર અભ્યાસી તરીકે લેકચાહના પામ્યા છે. તેમના પરિવાર ત્રણ પુત્રો શંકરભાઈ દવે, શ્રી ધનભાઈ દવે, દીનકરભાઈ દવે, બે પુત્રીઓ, બે સહેદરે અને અન્ય બહોળુ કુટુંબ આજ સુખી છે. વસાણું કાન્તિલાલ ખીમચંદ બોટાદના વતની અને માત્ર છ અંગ્રેજી સુધીનાજ અભ્યાસ પણ બચપણથી સાહસિકતાના ગાજર લઈ વ્યાપારમાં આગળ વધવાને મનસુબો સેવતા હતા. શિક્ષણમાં જોકે આગળ પડતા પણ રાષ્ટ્રિય ચળવળની હાકલને માન આપીને ૧૯૪રમાં શાળાને ત્યાગ કર્યો. સમય જતાં તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy