SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૭ આપી ધર્માં પ્રત્યેની પૂરી શ્રધ્ધાની આ કુટુંબે પ્રતીતિ કરાવી છે. દાન એતા ઉન્નત અને ભવ્ય જીવનની ચાવી છે. એ ચાવી જેને હાથ લાગે છે. એ ઠરીઠામ થઇને બેસે છે. કાણુકીયા કુટુંબનું અંદર ઢંકાઇ રહેલું હીર આવા એક પછી એક દાનાથી વધારે ઝળકી ઉઠયું અને લાખ લાખ વંદનના અધિકારી બનતું ગયું. માતા કનકાઈની પૂરી કૃપા આ કુટુંબ ઉપર વરસી અને વ્રજલાલભાઇના જીવતરને ઉર્ધ્વગામી પંથે મૂકી દીધું મુંબઈમાં ઉજવાતા નવરાત્રી મહોત્સવની શરૂઆત તેમના પ્રમુખપદે થઇ હતી રાજ્ય અને પ્રજામાં તેમની કીર્તિ ચેામેર પથરાયેલી હતી. રાષ્ટ્રભક્તિના ખીજ પણ સ`સ્કારમાંજ રાપાયેલા એટલે ૧૯૪૨માં હિંદ છેડાની લડત વખતે સહકાર આપ્યા છે, લેાકચાંહનાની પ્રતીતિરૂપે તેમના બીજા પુત્ર ધીરજલાલના લગ્ન પ્રસંગે મુંબઈથી સ્પેશ્યલ ટ્રેનમાં જયપુર જાન લઈ ગયાં ત્યારે હાથી-ઘેાડા–ઉંટ વિગેરે બાદશાહી ઠાઠમાઠથી સ્વાગત વરધોડા નીકળ્યા હતા અને જાનની વિદાય સમયે ૨૧ તાપાની સલામી આપવામાં આવિ હતી, જયપુર રાજ્યે ભારેમાઢુ માન આપ્યું. જયપુરના ગુજરાતી સમાજે ત્યારના દિવાન સાહેબશ્રી મીરઝા ઇસમાઇલના પ્રમુખપદે સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્નિના નામે ત્યાં પુસ્તકાલયને સારૂ એક દાન આપ્યું હતું જે પુસ્તકાલય આજે પણ જયપુરના સમાજને વિશિષ્ટ વાંચન પૂરૂં પાડે છે. તેમની સૌજન્યશિલતા અને મીલનસાર સ્વભાવને કારણે બહેાળુ મિત્રમંડળ અને ઘણી ઓળખાણા ઉભી કરી હતી તેમના એકમાત્ર એલ ઉપર સામાન્ય લેાકેાનું વગર પૈસે કામ થઈ જતું. જનસમુહને તેમની કિંમતી સેવાઓ પ્રસંગેાપાત ભારે ઉપયાગી નિવડતી. કાણુકીયા ઉત્કર્ષ મંડળના પ્રમુખ તરીકેનું સ્થાન શાભાવી વિદ્યાર્થીઓને સ્કાલરશીપ આપવાની આદ` ચેાજના અમલી બનાવી જે આજેપણ ચાલુ છે સમયના એંધાણ પારખી, આવી રહેલી જમાનાની માંગને બરાબર પીછાની કાણુકીયા કુટુંબે હરકાઇ પ્રસંગે અને હરકેાઇ પ્રવૃત્તિઓમાં દેણુગીઓની પરંપરા શરૂ રાખી છે. કાણુકીયા કુટુંબનેા વંશવેલા તૈયાર કરાવી એક એક પ્રત સૌને પહેાંચતી કરી છે. સ્વ. વૃજલાલભાઇ એટલે જ્ઞાતિનું અમૂલ્ય રત્ન અને સમાજના આધાર સ્થંભ. તેમની દિવ્યતાના દન તેમણે કરેલા કાર્યો ઉપરથી થાય છે. ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પાછળ જીવન સમર્પણુ કરવાની અભીપ્સાથીજ તેઓ આત્મિક શાંતિની ખેાજ કરી શકયા હતા. મુંબઇમાં મોટાપાયા ઉપર રામચંદ્ર ડાંગરે મહારાજના આચાર્યપદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ તેમના પ્રમુખપદે થઇ હતી. અને પોતેપણુ ૧૯૬૧માં ભારેમોટા ખર્ચે મુંબઇના માધવબાગમાં જ્ઞાનયજ્ઞના લાભ લેાકાને સપ્તાહ યેાજીને લેવરાવ્યેા હતેા. આ સપ્તાહની વ્યવસ્થા અને સંચાલન અજોડ હતા. હૈયે હૈયું દળાય એટલી વિશાળ જનમેદનીએ રાજ રાજ આ જ્ઞાનયજ્ઞમાં મેાકળે મને વ્હાણુ લીધી હતી. ડાંગરેજી મહારાજે એ દિવસેામાં કાઈ અનંત સ્વરૂપ ધારણ કરી શ્રોતાઓના હ્રદયમંદિરને હચમચાવી મૂકયું હતું. પૂર્ણાહૂતિના દિવસોમાં આ કુટુંબના નિવાસસ્થાન પાસે ભજનકીનની જે રંગત જામી હતી તેનાથી મુંબઇના ઇતિહાસમાં એક અનોખુ પ્રકરણ રાકાયું છે. ચેકમાં એકઠી થયેલી જનમેદનીએ ભકિતરસમાં તરમાળ બની જે મનેાહર દ્રષ્ય ખડુ કર્યુ હતું તેનાથી દેવા ગુ જાણે પોતાના વિમાના લને નિરખવા આવી ગયાં હોય એવી નરી દિવ્યતા પથરાઈ ગઈ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy