SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂસ્ત ખાદીધારી અને મહાસભાના અનન્ય સેવક મન્યા. હરિપુરા કેંગ્રેસ અધિવેશનના સ્વાગતાક્ષ બનવાનું માન તેમને મળેલું. મહાસભાના હુકમને પેાલિટિકલ એજન્ટ અને એજન્ટ ટુ ધ ગવનર જનરલના હુકમ કરતાં વધુ દૂર પાત્ર ગણાવા માટે તેમની તાલુકદારી લઇ લેવામાં આવી, તે દરબારગઢ વગેરે પર સીલ લાગી ગયાં. પેાતાના અંગત ઉપયાગની ચીજો લેવા માટે સવિનય ભંગ કરી સીલ ઉખેડી નાખવા માટે તેમના પર કામ ચલાવવામાં આવ્યું. તેમાં ખૂદ ગારાએ ભોંઠા પડયા. ત્યાગ્રહની લડતમાં ચાર ચાર વાર જેલયાત્રા કરી. પચ્ચીસ વર્ષ પછી ૧૯૪૭ના મે માસમાં તેમને રાજ્યશાસત માન પૂર્વક પાછું સોંપાયુ . સૌરાષ્ટ્રના એકમને સર્જવામાં ને સૌરાષ્ટ્ર સરકારને માર્ગદર્શન આપવામાં દરબાર સાહેબના મોટા ફાળા હતા. ૧૯૫૧ની ૫ ડીસેમ્બરે દરબાર સાહેબ પોતાની પાછળ ઉજળી દેશક્તિની. દેશખાતર ત્યાગની, આદર્શ રાજવીની, પ્રશુાલિકા ભંજક ક્રાન્તિકાર તરીકેની, મેઘટા દાનવીરની, પ્રજાપ્રિય લેાકસેવકની એમ અનેકવિધ સુવાસ મૂકી ચાલ્યા ગયા. યુદ્ધ અને ખેતીમાં માખરે સ્વ. રાજેન્દ્રસિંહજી રાજકુટુખમાં જન્મવુ' છતાં નિરાભિમાની હેતુ', યશસ્વી સેનાપતિ બનવું છતાં ધમંડ ન રાખવા, યુદ્ધમાં સપડાઇ જવું, છતાં હિંમત ન હારવી, શસ્ત્રોમાં નિષ્ણાત બનવુ છતાં હળ ઢાંકવાના પણુ શાખ કેળવે. આવા સદ્ગુણે સૌમાં નવી હતા. તા. ૧૫ જીત ૧૮૮૯ના રાજ જામનગર ૩ જાડેજા રાજકુટુંબમાં જન્મેલા મહારાજા શ્રી રાજેન્દ્રકુમારસિંહજી રાજસિંહાસને બેસવા નહાતા જન્મ્યા તેમ છતાં તેઓ કેટલા બધા લેાકેાના હૃદયમાં સ્થાન પામ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજકોટની રાજકુમાર કાલેજમાં રાજેન્દ્રસિંહજીએ લશ્કરી ક્ષેત્ર પસંદ કર્યુ. તે બ્રિટનમાં મેલવન કૉલેજમાં અને સેન્ડહની લશ્કરી કાલેજમાં સ્નાતક થઈ ૧૯૨૧માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા, ૧૯૩૯માં બીજો વિશ્વવિગ્રહ ફાટી નીકળ્યા ત્યારે ઘણા હિંદી સૈનિકાને પાતાની શક્તિ બતાવવાની તક મળી. મહારાજા રાજેન્દ્રસિંહજીને ઉત્તર આફ્રિકામ મુસાલિનિન સેના સામે લડવા ઇજિપ્ત મોકલવામાં આવ્યા. ૧૯૪૧નું વર્ષ પશ્ચિમી રાજ્યો માટે ઘણુ ખરામ તું. ઉત્તર આફ્રિકામાં ઇજિપ્ત છતી લેવા હિટલરે પેાતાના પ્રખ્યાન સેનાપતિ રેમેલને મેકલ્યા હતા. તેની સામે બ્રિટિશ સેનાપતિ હતા ફિલ્ડ માર્શલ વાવેલ, તેમની સેનામાં હિંદી સૈન્ય પણ હતું. ૧૯૪૧ના એપ્રિક્ષમાં મેજર રાજેન્દ્રસિંહજી ત્રીજી દ્વિન્દી મે ટર બ્રિગેડ સાથે જર્મન અને ઇટાલીયન સેના વડે ઘેરાઇ ગયા. દુશ્મનેાની સંખ્યા ઘણી મેાટી હતી. તેમની પાસે ચઢિયાતુ શસ્ત્રબળ હતું. ૪૨ વર્ષના યુવાન પણ પીઢ પ્રકૃતિના મેજર રાજેન્દ્રસિંહજીએ બહુ ગંભીર નિણૅય લેવાના હતા રાજેન્દ્રસિહજીની કુશળ સરદારી નીચે ત્રીજી હિંદી મોટર બ્રિગેડની ટુકડીએ જે ભીષણ ધસારા કર્યો તેના વેગ, હિંમત, શૌય અને યુદ્ધ કૌશલ્યથી દુશ્મનેા ડધાઈ ગયા. જ્યારે મેજર રાજેન્દ્રસિંદુજી પતાની યશસ્વી ટુકડી સાથે દુશ્મનની દીવાલને ભેદીને બહાર આવ્યા ત્યારે તે પરાજયને વિજયમાં ફેરવીને આવ્યા હતા, એટલું જ નહિ પણ તે રાત્રે ફરીથી તેમણે દુશ્મના પર છાપેા મા અને ૬ દુશ્મનાને કેદી તરીકે પકડી લાવ્યા હતા. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy