SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સ ંસ્કૃતિનું સાતત્ય સંસ્કૃતિ એ માનવી માટેનું મેટુ' પ્રેરણા અળ છે. કાઈ પણ માનવ પ્રજા જે કંઇ હાય તે તેની સંસ્કૃતિને આભારી હેાય છે. કહે છે વિશ્વના પટ પર મિસર, એબીલેશન, યુનાન, રેમ આદિ ૨૬ જેટલી મહાન સંસ્કૃતિએ ઉદય પામીને અસ્ત થઈ ગઈ છે ત્યારે ભારતીય સંસ્કૃતિ એક માત્ર એવી છે કે જે અતિ પ્રાચીન હેાવા સાથે અનેક આક્રમણા સામે જેમની તેમ ટકી રહેલ છે. આ સંસ્કૃતિ એટલી પ્રાચીન છે કે જે કાળે એ અહીં ઘેઘૂર વૃક્ષ જેવી હતી ત્યારે પૃથ્વી પરના બીજા દેશે!માં સંસ્કૃતિના તે નહિ પણ જેને સભ્યતા કહી શકાય તેના પણ જન્મ થયા ન હતા. આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિથી કાઇ અલગ સ ંસ્કૃતિ નથી. કાઇ મહાનદના ફાંટા કે વિશાળ વટવૃક્ષની એક શાખા માફક એ ભારતીય લેાક સ ંસ્કૃતિનુ અભિન્ન અ’ગ રહેલી છે. હા, એટલું ખરૂં કે સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું સ્વરૂપ સવિશેષ રૂપે લેાક સ ંસ્કૃતિનુ છે. સંસ્કૃતિઓનું ઉગમ સ્થાન— કહે છે કે પ્રાચીન કાળે જે સંસ્કૃતિએ ઉર્જાય પામી તે મહદ્ અંશે નદીઓના કિનારા પરજ .તે જન્મી હતી. સહજ છે કે સુજલામ્ નદીઓને તીરે આવેલી સુફલામ્ ધરતી પર વસવાથી માણસને ખેતી અને પશુપાલન જેવા પેાતાના આદ્ય ઉદ્યોગો માટે વધુમાં વધુ સવલત્તા મળી રહેતી હાય. આથી જૂના વખતમાં નદી કિનારે જ મેટાં જનપદે વસતાં. પંજાબના પંચનદના પ્રદેશમાં આર્ચી રહ્યા તેનુ મુખ્ય કારણ આ જ હતુ. તે શું સૌરાષ્ટ્રમાં એ કાળે કોઈ મેટી નદી હતી ? એક વેદમાં સૌરાષ્ટ્રના ઉલ્લેખ ઉદ્ધૃજ એટલે ટાપુ તરીકે થયેલે જોવા મળે છે. એ મેરી નદીએના મુખ વચ્ચેના એ ડેલ્ટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ન જેવા ટાપુ હતા. એની એક બાજુએ સિંધુ ઠલવાતી હતી, અને બીજી બાજુએ સરસ્વતી નામની નદી હતી એ નદી પણ હિમાલયમાંથી નીકળી રાજસ્થાન વીંધીને સૌરાષ્ટ્રની પૂર્વ ખાજુએ આવીને સમુદ્રને મળતી હતી. સૌરાષ્ટ્ર એટ હેાવાના ઉલ્લેખો તે એ અઢી હજાર વર્ષ પહેલાના કથાનકોમાં પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રની આદ્ય સાંસ્કૃતિ તે આય સ ંસ્કૃતિ નહાતી, પણ આજની આ બેટ પર સૌ પ્રથમ જે સ ંસ્કૃતિ હતી ભાષામાં જેને આસુરી સંસ્કૃતિ કહીએ તેવા પ્રકારની સંસ્કૃતિ હતી. દસ્યુએ એ અહીંના મૂળ વતનીઓ હતા. આ પ્રદેશના ઉલ્લેખ પુરાણામાં પણ છે. શિવપુરાણે ભારતમાંના ખાર યેતિલિગેાના પરિચય આપ્યા છે તેમાં ‘સુરાજ્યે સેામનાથસ્ય'–એમ પ્રભાસ સ્થિત સે।મનાથ ક્ષેત્રના ઉલ્લેખ કરેલા છે. શિવ પૂજા–લિંગ પૂજા એ આય સંસ્કૃ મને પુરાતત્ત્વવિદોએ સ્વીકારેલ છે. લિંગપૂજા તિની દેણુ નથી. એમ આજે વિદ્વાના એ અનાÖ–દસ્યુ સંસ્કૃતિની ઉપલબ્ધિ છે. મહુવા પ્રાચીનકાળે માહિષ્મતી કહેવાતું અને ત્યાં અસુર-રાક્ષસ રહેતા હેાવાના તથા શ્રીકૃષ્ણે તેમની સાથે યુદ્ધ કર્યું. હાવાના ઉલ્લેખ જાણીતા છે. આપણે ત્યાં નાગ પંચમી અને નાગપૂજાનું મહત્ત્વ છે. આ પણ આ સંસ્કૃતિની પરંપરા નથી, પરંતુ આસુરી કે દ્રવિડિયન સંસ્કૃતિની જ પરંપરા છે. અમદાવાદ જીલાના ખસ્તા ગામે ધેાઘાનું મદિર એ નાગદેવતાનુ મંદિર છે, કચ્છમાં ડુંગરની ટોચે આવેલું ભૂજ ગદેવનુ, તેમજ તરણેતર નજીક આવેલ વાસુકીનાથનાં મંદિશ આ નાગ સસ્કૃતિનાં પ્રતીકે છે. એ મદિરા અને સૌરાષ્ટ્રમાં ચાલતી નાગપૂજા એમ બતાવી રહે છે કે એક કાળે સૌરાષ્ટ્રમાં નાગકૂળાને પણ વાસ હતો. આ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy