SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્રના સ્થાપત્યો – ભારતીય શિલ્પસ્થાપત્ય કલાના ઇતિહાસમાં સૌરાષ્ટ્રની કળાસમૃદ્ધિએ પણ અપૂ અને વિશિષ્ટ ફાળા નોંધાવ્યો છે. આ વાતની પ્રતિતી કરાવતાં હરાપા-સંસ્કૃતિ કાલીન માટીના પાત્રખંડા, અલંકારા તે પછીના યુગના શીલાલેખા, તામ્રપત્રો, ગુફા અને વિહારો, સ્તૂપ, મંદિશ, અને મસ્જિદો, મહેલ અને કીલ્લાઓ, વાવેા અને કુડા, સૌરાષ્ટ્રની ભૂમિપર માજીદ છે. સૌરાષ્ટ્રના આ અસંખ્ય પૂરાણા અવશેષોનું દર્શન કરતાં એમ અનુભવ્યા વગર રહેવાતુ નથી કે સૌરાષ્ટ્ર ભૂમિ પુરાતત્વ અને કળાનો એક અમૂલ્ય અને અખૂટ પ્રાચીન ખજાને છે. કોઇપણ પ્રદેશના આભમૂર્ત સ્વરૂપે ઓળખવા હાય તે। તે પ્રદેશના શિલ્પસ્થાપત્ય તરફ દૃષ્ટિ કરવી જોઇએ. આજથી ૨૨૦૦ વર્ષ પહેલાં ભારતીયતા કેવી એકરસ થઈ ઉન્નત અને અજોડ એવા ધર્મ સંદેશ વિશ્વને આપે છે. જેની સાક્ષી જુનાગઢમાં ગિરનાર પાસે આવેલ અશાકના શિલાલેખ આપે છે. તેમાં ભારતની તે સમયની ભવ્યમને દશાનુ પ્રતિબિંબ છે. જેમાંથી જન્મે છે આપણી તત્કાલીન સ્થાપત્યકલા ભારતીયકલા આવી સહજ વૃત્તિનું પરિણામ છે. અને ભારતીય સ્થપતિ એટલી જ ઉંચી સપાટીએ ઉડાયન કરે છે. આ ભાવનાના પ્રત્તિકસની સૌરાષ્ટ્રની આ ભૂમિ પણ તે સમયના વિશિષ્ટ સ્થાપત્ય રજૂ કરે છે. એ યુગના દર્શન કરાવતાં પથ્થરો તેમજ ઈંટોનેા સ્થાપત્ય ખંડેર સંધભાવનાની સાક્ષી પુરે છે જુનાગઢમાં સુદર્શન તળાવ, પચેશ્વર, બાવાપ્યારા, ખાપરા-ખાડીયા, ઉપરકોટની ગુફાઓ હજીપણ ઉભાં છે. સૌરાષ્ટ્રના શેત્રુંજી નદીના મુખથી થોડે દૂર તેમજ બાબરીયાવાડના ઉના પાસે શાણાની ગુફા, ભીમચેારીની ગુફાઓ હજી પણ બુદ્ધમ્ શરણમ્ ગચ્છામીની યાદ આપે છે. ઢાંકની પશ્ચિમે જીજરીજરમાં કેટલીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી જયેન્દ્ર નાણાવટી ગુફા છે. જામનગર જીલ્લામાં રાણપર ગામે પણ ગુફા જોવા મળે છે. અને ગેાંડલ પાસે તાજેતરમાં ખંભાલીડાની ગુફા મળી આવી છે. આ બૌદ્ધગુફા ક્ષત્રય અને ગુપ્તકાળના સંક્રાતી સમયે કાતરાયેલી હોય તેમ લાગે છે. આ ગુફાઓમાં વિહાર, સભામંડપો અને ચૈત્યગૃહના પ્રવેશદ્વારની બન્ને બાજુએ લગભગ ૬ ફૂટ ઊંચી બૌદ્દીસત્વ, પદ્મપાણી અને અવલાકીતેશ્વર, વર્ઝપાણીની મૂર્તિઓ કડારેલી છે. તેની બન્ને તરફ ક્ષેા દેખાય છે તેની છાયાંતળે યક્ષ, યક્ષણિયાના વૃંદો નજરે પડે છે આ શિલ્પસ્થાપત્યોના ભરાવદાર શરીર, ગાત્રાના વળાંકા, રેખાંઓ, અને મસ્તકપરના પહેરવેશ જોતાં આ ગુફાઓ ઈ. સ. ખીજા સૈકાની હાય તેમ ક્ષીત થાય છે. શિલ્પના મુખારવિંદના ભાવા, ભરાડા, વેશભૂષા અને ચૈત્યગવાક્ષની સ્થાપત્ય શૈલી ગુપ્તકાળની અસર સુચવે છે. જુનાગઢમાં આવાપ્યારાની ગુફા ત્રણ હારમાળામાં આવેલી છે. જેમાં એક છે! અગાળાકારમાં પરિણમે છે. તે દર્શાવે છે કે આ જગ્યાએ એક સ્તૂપની રચના થઈ હશે આવી રચનાઃ પશ્ચિમ ભારતી અન્ય ગુફાઓ જેવી કે ભાજા, કારલા, નાશીક, અને અજંતામાં પણ મળે છે. આ ગુફા પણ ઈ. સ. ની શરુઆતની સૈકાની હશે એમ માનવાને કારણ મળે છે. આ ગુફા અલંકૃત છે જ નહિ માત્ર ચૈત્યગવાક્ષ સ્પષ્ટ દેખાય છે. આ મયૂરપંખ જેવી કમાને બૌદ્ધયુગના અગત્યને અને ઉત્તમ નમૂના છે. આ ગુફામાં પ્રાપ્ત થતાં સ્તંભા નાશીકના નહપાન વિહારના આવેલ સ્તંભાવાળા વિશાળખ`ડ છે. બાકીના વિભાગમાં અલંકૃત બેઠકો છે. તેની ઉપર ચૈત્યગવા ના શિલ્પ સ્પષ્ટ દેખાય છે બીજા માળમાં તે જ પ્રકારની રચના છે. આ ગુફાઓમાં કંડારાયેલશિલ્પ બાવાપ્યારાની ગુફા કરતાં વધારે વિકસીત દશા સૂચવે છે. આ ગુફામાં ચાર પ્રકારની સ્તંભ રચના www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy