________________
શ્રી બચુભાઈ ગોહેલ;-પીથલપુરના વતની છે. શકિતમંડળના આઘપ્રમુખ, પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી રસ ધે છે. ખેતી અને કેરેકટ લાઈનમાં પણ જોડાયા છે. ગોપનાથ ટ્રસ્ટમાં અને રાજપૂત સમાજની સંસ્થા સાથે સંકળાયેલા છે. - શ્રી સવજીભાઇ પાંચાણી –જાડીના વતની છે. કંડલા ગ્રામ સેવક મંડળના સઘન ક્ષેત્રોમાં, કામ કર્યું છે. ૧૯૬૦ થી મહુવામાં સહકારી ક્ષેત્રે વિવિધ કામગીરી કરી રહ્યા છે. ખાદી ગ્રામદ્યોગને પ્રચાર અને ગ્રામસહકાર આયોજનમાં વધુ રસ ધરાવે છે.
શ્રી વિજયકુમાર પ્રભુદાસ સંઘવી—તરેડના યુવાન કાર્યક્ટ છે. પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં નાની ઉંમરથી પડયા છે. ગામાયત કામમાં રસ લઈને ઘણા વિકાસના કામો પુરા કરાવ્યા છે.
શ્રી સવજીભાઇ ઠાકરશીભાઈ:–ભાણવડના વતની છે. રાજકીય, સામાજિક તેમજ સહકારને ક્ષેત્રે જિલ્લા, તાલુકા સંઘમાં સભ્ય, તાલુકા પંચાયતમાં સભ્ય, અને ખેડુત સમાજના ઉત્કર્ષ માટે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે.
શ્રી નર્મદાશંકર જોષી: ઉમરીયાના વતની છે. જાણીતા એડવોકેટ છે. ગ્રામસુધારણા, સહકારી જુથપે, શૈક્ષણિક વર્ગો વિગેરેમાં ખુબજ રસ હ્યું છે. પંચાયત પ્રવૃત્તિના આગેવાન કાર્યકર છે. ગ્રામ્ય જીવન તરફ બચપણથીજ આકર્ષણ હતું. શહેરીજીવનને મેહ છોડીને પ્રામપ્રજા સાથે એકરૂપ બન્યા છે.
* શ્રી અંબાશંકર જોષી -પાળીયાદમાં પંચાયત પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી પડયા છે. ગીરાસદારી ઘરખેડના સવાલમાં, બ્રાહ્મણજ્ઞાતિના કામકાજમાં, અને સહકારી પ્રવૃત્તિમાં ધાર્મિક અને બીજી સામાજિક પ્રવૃતિઓમાં મોખરે હોય છે. - શ્રી બાલાશંકર ત્રિવેદીઃ–પંચાયત અને સહકારી પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી કામગીરી કરે છે. ગ્રામપંચાયતમાં તેમની પ્રતિષ્ઠિત સારી છે. મિલનસાર સ્વભાવના અને સૌને ઉપયોગી બનનારા અને સર્વોદય વિચારધારા ધરાવનારા શ્રી ત્રિવેદી ઉજ્જવળ કારકીર્દિ સાથે આગળ ધપી રહ્યાં છે.
શ્રી રમણિકલાલ, કે. શાહ –પાલીતાણ હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કરી હાલ તેઓ સહકારી પ્રવૃત્તિમાં જોડાઈને પાલીતાણાની વણકર સહકારી મંડળી ત્થા કે. એ. હાઉસીંગ સોસાયટીમાં કામ કરી રહ્યા છે. આ સિવાય તેઓ સામાજિક ક્ષેત્રે પણ કામ કરે છે. તેઓ નિષ્ઠાવાળા અને નવયુવાન કાર્ય કરે છે. પિતાનું સોંપાયેલ દરેક કાર્ય ચીવટપૂર્વક કરવામાં માને છે.
શ્રી મેહનલાલ મુળજીભાઈ:–પાણીઆના વતની છે. અમરેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ તરીકે, તાલુકા ગ્રામ રક્ષકદળના માનદ અધિકારી તરીકે, પાણીયા સહ. મંડળીના પ્રમુખ તરીકે ભૂતકાળમાં જાળીયા સઘનક્ષેત્ર યોજના * સમિતિના પ્રમુખ તરીકે, જિલ્લા ઔદ્યોગિક સંધમાં ઉપપ્રમુખ તરીકે વિગેરે ઘણી સામાર્જિક
સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com