SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1003
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૧ એન્ડ સન્સની પેઢીના યશસ્વી સંચાલન સાથે પ્રસંગોપાત સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં થઈ શકે તે મદદ કરતા હોય છે. શ્રી દેવીભાઈ ખૂબજ ઉદારઠીલના અને ગુલાબી વ્યક્તિ છે. શ્રી હરીચંદ મીઠાભાઈ –મુળ ભાવનગરના વતની પાંચ ગુજરાતીને જ અભ્યાસ તેર વર્ષની ઉંમરે મુંબઈમાં પગ મૂકો અને તુરતજ આણંદજી ઝવેરની કાકાના નામની દુકાને અનુભવ મળવા લાયે સમય જતાં પોતાના નામની એ દુકાન શરૂ રાખી પૂર્વના પૂણ્યયોગે બે પૈસા કમાયા ૧૮૮૨ની સાલમાં દેવગાણામાં પ્રતિષ્ઠા કરાવી, ઘારી સમાજના કાર્યક્રમમાં અને જ્ઞાતિ હિતની પ્રવૃતિઓમાં મહત્વનો ભાગ ભજવ્યે ગુપ્ત દાનમાં ખાસ માનનારા છે, વ્રત જ૫ અને તપશ્રર્યા કરનારા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળમાં ખજાનચી તરીકે અને કેળવણીક્ષેત્રે સારો એ રસ લે છે. દરવર્ષે દશેક હજાર રૂપીયા જેવી રકમ ગુપ્ત દાનમાં જરૂરીયાતવાળાઓને આપી ધે છે. ધન્ય છે. એ જીવન. શ્રી વિનયચંદ ખીમચંદ શાહ :- કાળીયાકના વતની છે. ધંધાથે મુંબઈમાં વસવાટ કર્યો લોખંડના સ્પેરપાર્ટસના ધંધાની સાથે સામાજિક સેવાઓમાં મેખરે રહ્યા છે. ઘોઘારી જૈન મિત્ર મંડળના સેક્રેટરી અને ઘોઘારી જૈન સેવા સમાજના ચારેક વર્ષ થી સભ્ય છે. ભાવનગર કેળવણી મંડળ માં ચાલતા કામોમાં અવાર નવાર મદદરૂપ થાય છે. પુસ્તકે ફી વિગેરે અપાય છે. સામુહિક લગ્ન માટેની ખાસ યોજનાઓ હેય છે. કેળીયાક ના જૈન દેરાસરના જિર્ણોધ્ધારના કામમાં અને અન્ય કેળવણીના કામોમાં આગળ પડતે ભાગ લઈ રહ્યા છે. શ્રી લક્ષ્મીચંદ ભીમજી વિઠલાણી :- અમરેલીને દાનવીરમાં અને જાહેરજીવનના અગ્રણીઓમાં શ્રી લક્ષ્મીદાસભાઈ પ્રથમ પંક્તિના ગણી શકાય, કુરજી માધવજી એન્ડ કુ. ના મુખ્ય પાર્ટનર છે, લહાણુ વિદ્યાર્થી ભુવનમાં ટ્રસ્ટી અને વાઈસ પ્રેસીડેન્ટ તરીકે, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે, કામાણી ફોરવર્ડ હાઈસ્કુલ ટ્રસ્ટની કારોબારીના સભ્ય તરીક, બુક બેક પ્રવૃતિના પ્રેસીડેન્ડ તરીકે, અમરેલી વિદ્યાસભાની કારોબારીના સભ્ય તરીકે, કોંગ્રેસ સંસ્થામાં એ. આઈ. સી. સી. ના સભ્ય તરીકે જિલ્લા કોંગ્રેસના માજી ખજાનચી તરીકે, શહેર સુધરાઈમાં અગાઉ ઘણું વર્ષ સભ્ય તરીકે, ઇલેટ્રીસીટી એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે, ગુજરાત રાજ્ય લઘુ ઉદ્યોગ મંડળની કારોબારી સભ્ય તરીકે, ગુજરાત વેપારી મહામંડળ અમદાવાદ કારોબારીના સભ્ય તરીકે, નાગરીક સહ. બેન્કના ડાયરેકટર, લાયન્સ કલબના વાઈસ પ્રેસીડેન્ટ વડોદરા રાજ્ય પ્રજામંડળ વખતે સેક્રેટરી તરીકે, અને અમરેલીમાં રોટરી કલબના આગેવાન કાર્યકર તરીકે યશસ્વી સેવા બજાવી છે. શ્રી રામભાઈ વનમાળીભાઈ પટેલ:-ઔદ્યોગિક દિશામાં યુવાનોએ જે શરૂઆત કરી છે. તેમાં શ્રી રામભાઈની સાથે દામોદર બાલુભાઈ પટેલ પણ જોડાઈને સાથે મળી યુનિવર્સલ કવોલીટી ઈન્ડસ્ટ્રીઝની ૧૯૬૬ના નવેમ્બરમાં શરૂ કરી શરૂઆતમાં અનુભવ ન હોવાથી ખુબજ મુશ્કેલીઓ અને ઘર્ષણે વચ્ચેથી પસાર થવું પડયું હતું. બહારની પાર્ટીઓને પરિચય કરવા જાતેજ જવું પડતું હતું. ધીરજ અને શાંતિ કેળવી આજ ધંધામાં અવિરત પ્રયાસો પછી કાંઈક અંશે સરળતા થતી રહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy