SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1001
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ દેશામાં ગયા છે. ભાવનગરની લાયન્સ ક્લબનાં આગેવાન કાર્યકર્તા છે. વ્યાપારી સમાજમાં તેમનાં માન અને મેશે! સારા છે. ખૂબજ નિખાલસ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આગળ ચાલીને રસ ચે તેવા દિલાવર વ્યક્તિ છે. શ્રી પટેલ કરસનદાસ બેચરદાસ ભાવનગરના વતની છે. ફક્ત ચાર ગુજરાતીનેાજ અભ્યાસ પણ માનવી પુરૂષાર્થ અને પરિશ્રમ દ્વારા કેવી સિદ્ધિ હાંસલ કરી શકે છે તેના આ નમૂના છે. બાર તેર વર્ષોંની ઉંમરે દાણુાબઝારમાં નોકરીથી જીવનની શરૂઆત કરી. સમય જતા ગીરધર દેવકરણ પટેલની ભાગીદારીમાં લાતીના ધંધા શરૂ કર્યો. થોડા સમય રેલ્વે સ્લીપર સપ્લાયનું કામ શરૂ કર્યું. એ વ કાન્ટ્રેક્ટ લાઇનમાં જોડાયા. પાંત્રીશ વર્ષ પહેલાં તેમણે બંદરના ગાડાઉના બાંધ્યા, આર. સી. સીનુ કામ ભાવનગરમાં તેમના હાથે થયું. સૌરાષ્ટ્ર ભરમાં સૌ પ્રથમ ગઢડા (સ્વામિના) મદિરની ડ્રેનેજ લાઇનનું કામ તેમના હાથે થયુ.. તે પછી સૌ પ્રથમ ભાવનગરમાં પેાતાના ટેકનીકલ જ્ઞાન અને અનુભવને આધારે ફાઉન્ડ્રીની સ્થાપના કરી તેમાં પણ ચડતી પડતીના પ્રસંગે ઘણી વખત નિહાળ્યા તે પછી સીમેન્ટ પાઈપ પ્રેાડકશનનુ શરૂ કર્યુ તેમાં એક ધારી પ્રગતિ થતી રહી જે તેમની હૈયા ઉકલતને આભારી છે સ્વબળેજ આગળ વધનાર આ સાહસિક આદમીના સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ મૂલ્યવાન કાળા રહ્યો છે. જ્ઞાતિના પ્રમુખ હતા. ગરીબેને દવાદારૂ, જ્ઞાતિના બાળકાને પૂરતી કેળવણી માટેના ડેઢ સુધીના પ્રયત્ના હતા. ખેડુતેને માટે રૂવા સહકારી સંસ્થાની સ્થાપના કરી. લીફ્ટ ઇરીગેશનના કામને વેગ આપ્યા. ગુપ્તદાનમાં માનનારા હતા. શાંત અને મીલનસાર સ્વભાવના હતા. ધાર્મિક ક્ષેત્રે પણ તેમના ફાળા અનન્ય અને અજોડ છે. તેમની ગેરહાજરીથી સમાજને ભારે ખોટ પડી છે. તેમણે ઉભી કરેલી ઔદ્યોગિક પેઢીનુ સફળ સંચાલન તેમના સુપુત્ર શ્રી કાન્તિલાલભાઇ કરી રહ્યા છે. ઇન્ડીયન હ્યુમ પાપ જે માલ આખા સૌરાષ્ટ્રમાં જાય છે. પટેલ પાઇપ સીમેન્ટ પ્રોડકટસ એ એમણે સ્થાપેલી પેઢીનું નામ છે. શ્રી માણેકજી ધનજીભાઈ કચ્છ તેરા અબડાસાના વતની છે. વિદર્ભના જાહેર જીવનમાં સારી એવી નામના મેળવેલા અને રૂના ધંધામાં એક સૈકાથી પડેલા શ્રી ધનજી કાનજીભાઇના સુપુત્ર છે. ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરવાને સદભાગી બન્યા છે હાલમાં પારખંદરની જગદીશ એઇલ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજરને માનવતા હાદા ભોગવી રહ્યા છે સારા પારદરના સાંસ્કૃતિક વિકાસમાં પણ એટલાજ એમના હિસ્સા દેખાય છે. પારબંદરની રેટારી કલબમાં પ્રમુખ મંત્રીના હાદ્દાથી માંડીને અન્ય સામાજિક સસ્થા સાથે સકળાયેલા છે. મુંબઈની અન ંતનાથજી જૈન દેરાસરના ટ્રસ્ટી તરીકે, શ્રી વિરજી લધાભાઇ, ૩. દ. આ જૈન વિદ્યાર્થી ગૃહ મુંબઇના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે, શ્રી ક. ૬. એ શિક્ષણુ પ્રસારક સમિતિના ટ્રસ્ટી તરીકે પ્રશ'સનિય સેવા બજાવી છે. તેમના ધર્મપત્નિ પ્રભાવતીખેન જે ઈનરવ્હીલ સ ંસ્થાના પ્રમુખ હતા. અને શટરી કલચરલ સેાસાયટીના પ્રમુખ રહ્યા છે. તેમના પણ આ બધી સામાજિક પ્રવૃત્તિમાં સારા એવા હિસ્સા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy