SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સતી શિરોમણી ચંદનબાળા એમ કહી પદ્માવતી સાધ્વીએ પેલા માંદગીમાંથી ઉઠેલા ભાઈને ઉદેશી પ્રશ્ન કર્યો ! કેમ મારી સલાહ ગળે ઊતરીને! તમો પણ આવો છો ને? સાધ્વીજી સાથે વસુમતી અને રાજવીના વાર્તાલાપથી પિતે આ લેકને પાકો ગુનેગાર અને દુશ્મન છે એ વાતનો ઘટસ્ફોટ થયા વિના રહેવાને નથી. આ ભગવતી એ હકીકત જાણશે ત્યારે એમને કેવું દુઃખ થશે! એ વિચારે એનું હૃદય એટલી હદે ક્ષુબ્ધ થયું હતું કે એ કંઇજ ઉત્તર દઈ ન શકે. એના ચહેરા પર વિળતા નાચી રહી. એ જોતાં જ પદ્માવતી સાધ્વી કહેવા લાગ્યાં કે– મહાનુભાવ! તમારું અંતર હા ન ભણતું હોય તો મારા આગ્રહથી ખેંચાઈ આવવાની જરૂર નથી. “ભાવ વિનાની ભક્તિ નકામી છે.” વસુમતી બોલી–ગુરૂણી માતા ! તેઓ આવવાના જ છે. તેમના કહેવાથી તો અમે આટલા જલદીથી તૈયાર થઈ આવ્યા. અને એ ભાઈ તરફ નજર કરી કહેવા લાગી— નાયક ! ચાલો અમારી સાથે. આવો યોગ જીવનમાં કોઈકવાર જ , આવે છે. “અનં ર ગ્રામિ' એ નીતિકારના વાક્યને યાદ કરો. મારે તમારા ઉપકારનું ઋણ પણ ફેડવાનું હોવાથી તમારી હાજરીની જરૂર છે. પછી આ ભવરૂપી મહાસાગરમાં સમુદ્રમાં તરતાં લાકડાં માફક આપણે જુદી જુદી દિશામાં તણાઈ જઈશું ત્યારે સમાગમ કયાંથી થવાનો છે? ચંદનબાળા ! તું આ મહાશયને ઓળખતી જણાય છે. ચંપા અને શામ્બીના વસવાટમાં તે પણ ઓળખાણની તો હારમાળા રચી દીધી છે. પરિચય અને વસવાટ વિના ઋણ કેવાનું કયાંથી સંભવે ! 1 ગુરૂનું મહારાજ ! આપનું અનુમાન સાચું છે. એ પાછળને ઈતિહાસ પ્રસંગ પ્રાપ્ત થતાં હું વર્ણવી બતાવીશ. હાલ તે આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy