________________
શ્રમણ જીવનની સુવાસ
૨૧૩ ત્યાં તો કુમારિકાને હાસ્ય વેરત નાદ ગાજી રહ્યો.
નાયક ! તમેએ જે બાળાનું લીલામ કર્યું હતું એ જ હું વસુમતી. કૌશામ્બીના ધનાવહ શેઠની પાલકપુત્રી. • બહેન ! ચહેરે તો બરાબર મળતો આવે છે પણ આસપાસના એકેડા મેળવાતા નથી. તમારા એ સમયે જોયેલા શરીરમાં અને આજની દેહક્રાંતિમાં પણ ઘણો જ ફેર પડ્યો છે.
નારીજાતિના અંગેની ખીલવણ એવી તે ખરી જ, બાકી તમે ભારી મંદવાડમાંથી ઊઠેલા છતાં, મેં તો તમને પ્રથમ દર્શને જ પિછાની લીધા.
સાંભળો, પેલા રથમાં બેઠેલા રાજવી એ મારા ભાઈ અને અત્યારના ચંપાપતિ તરીકે ઓળખાતા મહારાજા કરકંડૂ પોતે જ છે. સાથમાં મારી ભાભીઓ છે. આ પ્રદેશમાં અમારું આગમન જે સંતની તમે વાત કરો છો એમનાં દર્શન માટે જ થયું છે. તમારી વાત પરથી નામ આદિની વિશેષ ઓળખાણ નથી તારવી શકાતી પણ એટલું તો નિશ્ચિત સમજાય છે કે અહર્નિશ પ્રાતઃકાળે તમે જેને ભગવતી તરીકે ઓળખે છે એ સાધ્વીજી, સંતના વંદન અર્થે અહીં થઈને જાય છે. વળી આજે તમને તે સાથે લઈ જવાના પણ છે. હજુ સુધી આવ્યા નથી તો કદાચ હમણું ન પણ આવે અને મધ્યાહ્ન ઊતરતાં જ આવે. નિગ્રંથ વિના કારણ ગમનાગમન કરતા નથી. મારી તમને વિનંતી છે કે અમારા આવ્યા વિના તમે ઉતાવળ કરી ટેકરી પર ચઢવાનું શરૂ ન કરતા. અમે સમીપ વર્તી ગામની ભાગોળમાં જ છીએ અને આવશ્યક કાર્યોથી પરવારી તમારા જતાં પહેલાં આવી પહોંચીશુ તો ખરા જ. કદાય વિલંબ થાય તે રાહ જે જે.
આટલું જણાવી વસુમતી રથ તરફ પાછી ફરી અને ભાઈને મુદ્દા પૂરતી વાતથી વાકેફ કરી, જલ્દી પાછા ફરાય તેવો પ્રબંધ કરવાની સૂચના સાથે રથ ગામ તરફ હંકારી દેવરાવ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com