________________
૧૭૦
સતી શિરોમણું ચંદનબાળા એને આ રીતે મૌન દેખી સાધ્વીજી બાલ્યા
હજુ પ્રતીતિ નથી થતી? બનવા જોગ છે. આ પવિત્ર સ્વાંગ હેઠળ જ્યાં પ્રપંચ રમનારા હેય ત્યાં શંકા ઉદ્ભવે! ફિકર નહી, દીકરા! જરા હારી આંગળી પરની વીંટી કહાડી એ પરના ઝીણા અક્ષરે વાંચી લે. પ્રેયસીને પ્રભુતામાં પગલાં મૂકવાના પવિત્ર પ્રસંગે પ્રાપ્ત થયેલી એ ભેટ છે. ચીર કાળ સંધરેલી એ ભેટને અણગાર જીવનમાં પણ અળગી નહોતી કરી. કંબળમાં હને વીંટાળી મૂકતી વેળા એને પણ એ ભેગી હેતુસર રાખી દીધી હતી. હારી આંગળી તરફ નજર જતાં જ એ પરખાઈ ગઈ.
હજી પણ શંકા ન ખસતી હોય તો હારા પાલક માતાપિતાને જઈને પૂછી જે.
વહાલી માતા, અરે ભૂલ્યો પૂજ્ય આર્ય ! મને આપની વાત પર જરાપણુ અણભરસો નથી. હાથ કંકણને આરસીની જરૂર ન જ સંભવે.
તે પછી, વિલંબનું કંઈ જ પ્રયજન નથી. જે ગૂંચ પડી છે એ મારા જીવન ચરિત્રના શ્રવણથી સહજ ઉકેલી શકાય તેવી છે. તું મા પગ ઉપાડે એટલી જ ઢીલ છે. કદાચ હને એક માતાએ બજાવવી જોઇતી ફરજ અંગે મારા વર્તાવમાં ઊણપ જણાય તો પણ હવે એ ગઈ ગુજરી ભૂલી જવામાં જ ડહાપણ છે. મારા અને હારા રાહ જુદા છે. હું વીતરાગ કથિત કર્મની ગતિ વિચિત્ર છે ” એ સૂત્ર તરફ હારૂં ધ્યાન ખેંચું છું. વિધાતાના સંકેત ખુદ અનંત બળના ધણથી. પણ ફેરવાઈ શકાતા નથી એ ઇતિહાસના પાનાં પરથી અવલોકી શકાય છે. એ જોતાં હારી આ જનનીથી એવી ભૂલ થઈ હોય તો તે સંતવ્ય છે.
ના, ના, સાધ્વીમાતા! હું કંઇ એ ગતકાળની વાતને વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com