________________
૧૬૨
સતી શિરામણું ચંદનબાળા
ગળે ન ઊતરી અને આગળ આવ્યું કેવલ ચંડાળપણું ! એનામાં પણ જબરો ઉકળાટ ઉભો . ચંડાળપણ થરવીર હોય છે. જગતને દેખાડી આપવાની જિજ્ઞાસા જાગી.
ચંડાળ એટલે હલકટ ! સત્વહીન ! નમાલો! એ અર્થ ભૂસી વાળવાની જબરી ભૂખ ઉપની.
દૂતને કહી નાખ્યું
ભાઈ! સત્વર જા, હારા સ્વામીને કહેજે કે આ કરકંડૂ ખાંડાના દાવ ખેલવા તૈયાર જ છે. સાચો હકદાર કેણુ છે એ શબ્દથી પુરવાર કરવા કરતાં કાર્યથી પુરવાર કરી બતાવશે. કુળના નામે અહંકાર કરનારા રાજવીઓ ! તમને મદ ઉતારવા માટે જ કુદરતને ખોળે આ કરકંડૂ અવતર્યો છે.
કંચનપુર અને અંગદેશની સરહદ પર ઉભય રાજવીઓની સેના પથરાઈ ગઈ છે. સામસામી છાવણીઓ ખડી કરી દેવામાં આવી છે. એમાં આવતી કાલના યુદ્ધ અંગેની જુદા જુદા પ્રકારની તૈયારીઓ અને વ્યુહરચના સંબંધી મસલતે ચાલી રહી છે. જાગૃત ચોકીદારના પહેરા ગોઠવાઈ ગયા છે. પોતાનો ભરમ રાત્રે કળી ન જાય એ અંગે પાકે બંદેબસ્ત રખાયો છે.
કંચનપુરના સ્વામીની છાવણીનો વિસ્તાર ચંપાપતિની છાવણીના પ્રમાણમાં નાનો ગણાય છતાં એમાં શૌયને ઝળકાટ વધુ જણાતો હતો. સિનિમાં જ નહીં પણ શિબિરના સામાન્ય ચોકીદારમાં પણ ઊડીને આંખે ચઢે એવી સતેજતા હતી.
એક શ્વેત વસ્ત્રમાં સજજ થયેલ, પ્રૌઢ અવસ્થામાં પાંગરી રહેલ સાધ્વી મૈયા રાજવી કરકંડૂને મળવા માટે ચોકીદારની રજા માંગી રહ્યા હતા, છતાં પેલો જરા પણ મચક આપ્યા વિના બેલ્યો – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com