SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ કૌમુદી મહોત્સવ ૧૪૧ સામે પક્ષે નહોતું આચરણ અને નહેતું ઉચ્ચારણ; હતું કેવલ મૌન ! તદ્દન પથ્થર જેવી જડ દશા !! આ પરાજયે અભયાના હદયમાં રમતા સ્નેહના ચૂરેચૂરા કરી નાખ્યાં. આશા વેલડીનું નિકંદન કરી નાખ્યું. અવર્ણનીય રોષ પ્રગટાવ્યું. પ્રાર્થના ભંગનું આ મહાન કષ્ટ વેર લેવામાં પરિણમ્યું. ડૂબતે આદમી તરણું પકડી બચવા જેમ પ્રયત્ન કરે એમ માત્ર મૂઢ દશાને ભાગ ભજવી રહેલ શેઠના શરીરને જોરથી ભેટી પડી. એટલું જ નહીં પણ ગુસ્સાથી અંગોપાંગને ઘસવા લાગી. મન ગમતા ઉપાલંભો અને કોઈ પણ મરદ ન સહન કરી શકે એવા ટેણા મારવા લાગી પણ એ સર્વ પથ્થર પર પાણી સમ નકામું નીવડયું. ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે” એ વચનમાં જેને જે સ્વભાવ બતાવ્યા છે એનાથી વિપરીત જોવાનું મળે તો અહીં. સુદર્શન શેઠને કંઈ અસર સંભવે! માન સર્વાર્થ સાધનમ્' એ સૂત્રને સધિયારે લઈ શેઠ તો પિતાના ધ્યાનમાં અડગ જ રહ્યા. ખેલ ખલાસ; કામનો નશો ઊતરી ગયે. ચલો મદ ઊતરતાં જ અભયાને લાગ્યું કે પોતાની સર્વ એબ ખુલી ગઈ. ઈષ્ટ સિદ્ધિ તે થઈ નહીં પણ એક નાગરિક આગળ પોતે સાવ કલંક્તિ દશામાં મૂકાણું ! અરે કોડીની બની ગઈ ! તરત જ વિચાર આવ્યો કે એમ તો ન જ થવા દેવું. સ્ત્રીચરિત્ર આદરી, માથાના ચોટલાને વિખી નાંખી, અંગ ઉપર જાતે થોડા ઉઝરડા ભરી એકદમ કમાડ ઉધાડતી બૂમો પાડી રહી. કેઈ દોડે, કોઈ દોડે, મારૂં શિયલ લૂંટવા આવેલ આ નરપિશાચથી મને બચાવો. આ સાંભળતાં જ નેકરે દેડી આવ્યા અને પહેરેગીરે આવી શેઠને બંધનમાં જકડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy