________________
૧૩૦
સતી શિરામણી ચંદનબાળા ગર્ભ રહેતો જ નથી ! એટલે નાસજાતિને એ દોષ ગણાય છે. પણ કોઈ વેળા એથી ઊલટું પણ બને છે. પુરૂષના દોષોને લઈ નારીજાતિને ફરજીયાત વાંઝણ દશાને અનુભવ કરવો પડે છે. ચિંતાથી કાયા શોષાય અને આહાર ઉપર અરૂચી જન્મે એ વધારામાં ગણાય. પણ પતિવ્રતા સ્ત્રીના શિરે એ ધર્મ અનાદિકાળનો ચાલ્યો આવતે છે. એ સામે આંગળી ચીંધવાથી કંઈ જલાતી નથી. વંધ્યાને સ્વામી પુનઃ લગ્નગ્રંથી દ્વારા પિતૃત્વ પામી શકે, પણ હીનપુરૂષાર્થી કે લંડની ભાર્યા માતૃપદ - ન જ મેળવી શકે!
સખી, મારે હારાં આ નીતિવચનો સાંભળવાં નથી. મારા અંતરમાં જે ભૂખ ઊઘડી છે અને એનાથી જે અગ્નિ પેદા થઈ છે એને શાંત પાડવાનો ઉપાય શોધવો એ હારો ધર્મ છે. મેં હને ગુરૂપદે સ્થાપી છે એટલે ફરજ પણ છે. તું અદા કરવા માંગે છે કે કેમ?
કદાચ અદા ન કરૂં તો શું શિક્ષા કરશે ?
હને શિક્ષા કરવી એ મારી શક્તિ બહારની વાત છે. બાકી એમ થવામાં વધુ વિલંબ થશે તો તો હારી અભયાને ચિત્તભ્રમ” જરૂર લાગુ પડશે જ. ભ્રમિત મગજવાળી વ્યક્તિ શું નહીં કરે એ કલ્પવું મુશ્કેલ છે.
આમ આકળા ન થાવ. આ કંઈ સામા ઝાડે લટકતી લબ તેડી આણવા જેવું કામ નથી. વિધિના હાથની વાત છે. માનવ તે પ્રજ્ઞાના જેરે મને કામના સિદ્ધ કરવાના પ્રયાસ કરી જાણે. તમારા માટે હું મારી નજર પહોંચશે ત્યાં લગી ઊડીશ. એક પણ ઉપાય અજમાવ્યા વગર નહીં રાખું. તમારા ભાગ્યમેગે ખુદ મહારાજાએ પણ એ કાર્ય મને જ સોંપ્યું છે. પણ તમે ચિંતાને કહાડી નાખો અને પહેલાની માફક હસતા રમતા બની જાવ. વિના કારણે દેહને શેષવાનું બંધ કરે તો જ મને નિરાંત વળે.
પછી જ મારું મગજ એ દિશામાં વળે. કાળા માથાના માનવીને કઈ જ અશકય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com