SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનિષ્ઠ દંપતિ ૧૨૯ સંતાનપ્રાપ્તિના સોણલાં સેવતા હે. એ દશામાં પેલી બિચારીઓ તો અવાજ માર્યો જાય ને આખરે ફરમાન છૂટે આ પંડિતા ઉપર ! પિયરની દાસી એટલે એના ઉપર બેવડે દાવે. ગમે તે કામ કરતી હેય છતાં આજ્ઞા થતાં દેડતાં આવવું જ પડે ! પધારો, મહારાણજી ! છતશત્રુ મહારાજા ઉપર આપે અજબ જાદુ કર્યું છે; આપની હાજરીની એ માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા છે. સત્વર ચાલે, પહેલા પે અગ્નિ બુઝાવો પછી નિરાંતે દેહની ભૂખ ભાંગવાનાં રવનાં સેવ જે. જા, તેમને કહે કે મારા શરીરે અસુખ હોવાથી તેઓ એકલા જમી લે. કહીને અહીં સત્વર પાછી આવજે. તારી સલાહ વિના અભયાથી કંઈજ થવાનું નથી. પંડિતા રડામાં સંદેશ પહોંચાડી આવી, અને એ સાથે ભૂપતિના મુખેથી બગીચામાં બનેલ પ્રસંગ અને એ ઉપરથી રાણીને ઉપજેલ સંતાનભૂખની વાત પણ જાણતી આવી. ખુદ રાજવીએ એ સંબંધમાં ઉપાય યોજવાની તેણુને તાકીદ કરી. એણે અભયાને ખીલવવા, આવતાં ભેરજ, મેં મલકાવી કહેવા કહેવા માંડયું— રાણીજી! તમારી પોલ પકડાઈ ગઈ છે. આહારભૂખ તો સમજાય પણ તમારી ભૂખ તે અજબ છે! સંતાન એમ રસ્તામાં નથી પડવાં. એ તો કર્માધિન વાત. સોણલાં સેવવાથી એ છે જ ખેળો ભરાવવાને છે ! એ પાછળ તરંગો વહેતા મૂકવા કે વલોપાત કરવા તે ઝાંઝવાના જળ જોઈ હરણે પાણી પીવાની ફલાંગો મારે તે સરખું નિરર્થક છે. પાતળી પડેલી રેતની કૃત્રિમતા દૂરથી જળને ભાસ કરાવે તેથી ઓછી જ ત્યાં જવાથી પાણુની તૃષા છીપે ! સંતાન પ્રાપ્તિમાં સૌ પ્રથમ તે પૂર્વને ઋણાનુબધિ જોઈએ છે. એ ઉપરાંત અન્ય કારણોની સાનુકૂળતા પણ જોવાની હોય છે. ઘણાખરા દાખલામાં જેમ ઉમરભૂમિમાં પાક ન સંભવે તેમ અમુક સ્ત્રીઓના બંધારણ જ એવાં હોય છે કે તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy