________________
લીલામના બજારમાં વસુમતી
૧૦૧ ચેક લીલામ બોલાતું હતું, એટલું જ નહીં પણ બુદ્ધિના કાંટે ચઢાવતાં જે ઘડીભર ટકી શકે તેમ હતું જ નહીં.
આમ છતાં વર્ણોમાં અમે ગુરૂપદે છીએ અને સ્વર્ગ કે નર્કના પરવાના કહાડી આપવાની સત્તા અમારા જ હાથમાં છે એવું વિના રોકટોકે વદનારા દ્વિજ વર્ગનું જોર પ્રવર્તતું હોય અને એ સામે ક્ષત્રિય
એવા રાજવીઓ પણ હુંકાર ન ઊઠાવી શકતા હોય, ત્યાં એ જાતની • ભયંકર લીલા ચાલુ હોય એમાં આશ્ચર્ય પણ શું ? • ચક્ષુ સામે કર રીતે કાળનો કોળીયો બનતાં પશુની મરણ સમયની અરેરાટી સંભળાતી હોય, અરે શરીરમાંથી રકતની ધારા ઊડતી હોય, આમ ઉઘાડી હિંસાના તાંડવ નૃત્ય ભજવાતાં હોય, છતાં યજ્ઞમાં થતી હિંસા એ દોષપૂર્ણ નથી પણ ધર્મ છે એવા પંડિત મોના પ્રતાપે, સ નીચી મૂંડીએ કબૂલ રાખતા. જે પ્રાણની આ રીતે આહુતિ અપાય છે એ મરીને સ્વર્ગે જાય છે એવું પ્રમાણપત્ર આપનાર યજ્ઞો કરાવનાર વિપ્ર મહાશયનું વાક્ય બાબા વચન પ્રમાણમ' માફક સ્વીકારી લેવાતું. એ સામે આંગળી ચીંધ્યા સિવાય “સાગરનું પાણી મીઠું છે તો હાજી હા' કહેનારામાં યુદ્ધાઓ, વ્યાપારીઓ અને રાજાઓ પણ હતા જ. ચાર વર્ણોમાં શુદ્રોને નંબર સાવ ઊતરતી કેટિનો. સેવા કરવાજ તેઓ સર્જાયા છે એમ બાપકાર જાહેર કરાતું. જીવન ભરની ગુલામી તેમના કપાલે જડી દેવામાં આવી હતી. પવિત્રતાના ધામ લેખાતા–અધમ ઉદ્ધારણ અને પતિત પાવન કરવાના બિરૂદને વરેલાં દેવસ્થાનનાં દ્વાર તેમને માટે બંધ હતાં. અરે એ વર્ણની ગણના પશુ કરતાં પણ નીચી પાયરીએ ખસેડી દેવામાં આવી હતી. આવા વિચિત્ર સંયોગોમાં માનવના વેચાણ થતાં હોય એમાં કંઈ નવાઈ જેવું ન લેખાય.
નાયક તરફથી વસુમતીને વિક્રયના પદાર્થરૂપે ખડી કરવામાં આવી. અવનત મસ્તકે તે ઊભી રહી. ભિન્ન રૂચી ધારી સંખ્યાબંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com