________________
સતી શિરામણ ચંદનબાળા જળની ઝડીના જબરા સપાટાથી પાણી વહી જવાના માર્ગો સંકડાઈ ગયા. પાણુને ઉભરાવા સામ સામેના મકાને ઉપર ઉભરાવા માંડયો અને કેટલાક ઘરોનાં પગથીયાં જળની સપાટી નીચે અદ્રશ્ય થવા લાગ્યાં. ગામ બહારના નીચા ઘરમાં તે જળદેવતાને પ્રવેશ પણ થઈ ચૂક્યો. આમ કષ્ટ પરંપરાનો પાર નહે, છતાં વરસાદ ખેંચાયાથી દુષ્કાળ પડવાની જે શંકા ખેતીકારોના દિલમાં જન્મી હતી અને છેલ્લા કેટલાક દિનના એક ધારા ઉકળાટથી જનતા ગભરાઈ ગઈ હતી. એ સર્વને પાછલી રાતથી વરસવા માંડેલ પાણીએ અંત આણી દીધો. જરૂર કરતાં વધારે પડેલ વર્ષો હવે તે થંભી જાય તે સારું એમ માનવ હદયે ઈચ્છવા લાગ્યાં. જો કે કુદરતના કાનુન પર માનવ અભિપ્રાયનું કંઈ જ વજન નથી પડતું એ સત્ય હકીકત હેવા છતાં, ગામજન સમૂહની મૂંગી પ્રાથના જાણે સંભળાઈ ન હોય તેમ મધ્યાહ્ન વીત્યા પછી મેઘરાજા થંભી ગયા, અને વાદળમાં છૂપાઈ ગયેલા સહસરશ્મિ મહારાજ પ્રગટ થયા. પાણુ ઉતરતાં માગૅ મોકળા • બન્યા અને જોત જોતામાં અવર જવર શરૂ થઈ. સૂર્યના આછા છતાં કમશ: ઘેરા બનતાં કિરણે હેઠળ સૃષ્ટિ સુંદરી એકાદી નવોઢા માફક નાચી ઉઠી. પલીગણ પણે માળા છેતરી કોલ કરતો ચણ અર્થે
તરફ ઉડી રહ્યો અને જન સમુદાય આવસ્યક કાર્યોમાં રત બન્યું. સંધ્યા સુંદરીના આગમનની ઘડીઓ ગણાય તે પૂર્વે ગામની સમિપ આવેલ, છતાં અવર જવરના ચાલુ માર્ગથી કંઇક અંશે છૂટી પડેલી . વાપિકા પર નારીવૃંદની સખત ભીડ જામી હતી. વરસાદને કારણે ઘરમાં ભરાઈ રહેલ નારીગણ અહીં આવી છૂટથી કામમાં લાગી ગયો હતા. કઇ વામાઓ પોતાના તાંબા પિત્તળના બેડાં માંજી રહી હતી તો બીજી કેટલીક વાવડીમાંથી જળ ખેંચી રહી હતી. આ યિા સાથે વાત જાતના વર્તાલાપ ચાલી રહ્યા હતા. એમાં ઘરનાં ઉંડાણમાં આવેલ કોઠારમાં રહેલા ધાન, સાસુજીના કપરા વર્તાવ, સસરાની કટક નજર . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com