________________
હરી ગીત લાખે તણી મીલ્કત ધરાવે મેટમાં મહાલતા, ભકતો તણી ભામાં ફસાવી નગ્ન ના નાચતા. નગ્ન થઈને નાચનારા પુજા કરાવે શરીરની, કુલે મુકાવે જનેન્દ્રિય પર હદ હરે કુકર્મની. મર્દ મુછાળાં નચાવે બાયલાના વેશમાં, નીજ મુત્ર આપે સ્ત્રી પુરૂષને પ્રસાદરૂપ વિશેષમાં. શરીર જણાયે વૃદ્ધ પણ દીલ હજુ બુટું નથી, વીષયના કીડા તણું હંજુ વાસના છુટતી નથી. આવા કુકમી ગુરૂઓ થકી ઉદ્ધાર કયાંથી સંભવે, દુઃખે સબડતા હીંદુઓમાં ઘોર દુઃખે ઉભવે, રામકૃષ્ણના સંતાન હીંદુ કરોડો ભૂખે ટળવળી રહ્યા, બહુ અન્ન ને વસ્ત્રો હીણું બેકાર બની ભટકી રહ્યા. ધનવાન હે તે એવાં દુ:ખીના દુખડાને કાપજે, ભુમી ભારરૂપ આવા ગુરૂને પાઈ પણ ન આપજે. સમય બદલ્યા રંગ બદલ્યા જગૃત્ત થઈ સહુ જાતીઓ, ઘેર ઉંઘે હીન્દુ જાતી હસી રહી વીજાતીએ. એ ઉંઘને ત્યાગી દઈ હીન્દુ યુવા જાગજે, કહે “કેશરી” આવલંકરે મુકામાંથી ત્યાગ.
*
આ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com